માળીયા (મી)ના લાંચ કેસમાં પકડાયેલ કોન્સ્ટેબલના બે દિવસના રિમાન્ડ મંજૂર
મોરબીની બે શાળામાં મેડિકલ કેમ્પ યોજાયા, વજન કરી દવા આપી વરસાદમાં શું ધ્યાન રાખવું તે અંગે બાળકોને માહિતગાર કરાયા
SHARE









મોરબીની બે શાળામાં મેડિકલ કેમ્પ યોજાયા, વજન કરી દવા આપી વરસાદમાં શું ધ્યાન રાખવું તે અંગે બાળકોને માહિતગાર કરાયા
મોરબીના ડૉ.હસ્તલેખાબેન (હસ્તીબેન) મહેતાના ત્રણ એક દિવસીય કેમ્પ કેમ્પનું આયોજન સૌજન્ય માતુશ્રી ચારૃમતીબેન પ્રસન્નકુમાર જાની તથા આચાર્યાશ્રી વિદ્યાબેન મહેતાની પુનિત યાદમાં ખારીવાડી પ્રાથમિક શાળા, વાવડી રોડ, મોરબી ખાતે કરવામાં આવ્યું હતુ.આ કેમ્પ માં ૩૦૦ થી બાળકોને તપાસીને ત્રણ દિવસની દવા આપેલ.સાથે વિધાર્થી ઓને સ્વછતા તેમજ ખોરાક લેવો લેવો વિગેરેની સમજ આપવામાં આવેલ.આ કેમ્પને સફળ બનાવવા મોરબીના પૂર્વ કાઉન્સિલર માવજીભાઈ કુંડારીયા ,આચાર્ય અશ્વિન ભાઈ કૈલા તેમજ સમગ્ર સ્ટાફે સરસ રીતે આયોજન કર્યું હતું.શિસ્તબદ્ધ વાતાવરણ હતું.તેમજ બોડાસર પ્રાથમિક શિક્ષણ,નવલખી રોડ, મોરબી ખાતે એક દિવસીય કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જેમાં બાળકોને તપાસીને વજનસકરીને ત્રણ દિવસ દવા આપવામાં આવી.સ્વછતા તેમજ વરસાદી માહોલમાં શું ધ્યાન રાખવું તે બાબત માહિતી આપેલ.આ કેમ્પ સફળ બનાવવા માટે આચાર્ય જનકભાઈ ભટ્ટ તેમજ સમગ્ર સ્ટાફે સરસ રીતે આયોજન કરેલ.સહાયક રશ્મિભાઈ દેસાઈ, દર્શનબેન ત્રિવેદી, જીગ્નેશભાઈ કોઠારીએ સેવા આપી હતી.

