મોરબીના સનાળા ગામે રહેતા વેપારી પાસેથી રોકડા રૂપિયા 3.50 લાખ ભરેલ થેલાની લૂંટ
SHARE







મોરબીના સનાળા ગામે રહેતા વેપારી પાસેથી રોકડા રૂપિયા 3.50 લાખ ભરેલ થેલાની લૂંટ
મોરબી નજીકના શાનલા ગામે રહેતા વેપારીને ધંધામાં રૂપિયાની જરૂર હોય તેના મિત્ર પાસેથી રોકડા રૂપિયા 4 લાખ લીધેલા હતા અને તે રૂપિયા લઈને ઘરે જતાં હતા જો કે રસ્તામાં 30 હજાર રૂપિયા એક વેપારીને આપ્યા હતા અને 20 હજાર રૂપિયા પોતાના ખિસ્સામાં મૂક્યા હતા પરંતુ સાડા ત્રણ લાખ રૂપિયા થેલામાં હતા તેવામાં તેઓના બાઈકની પાછળ એક્ટિવા જેવુ વાહન લઈને આવેલ શખ્સે વેપારી સાથે ઝપાઝપી કરી હતી અને વેપારી પાસેથી રોકડા રૂપિયા સાડા ત્રણ લાખ ભરેલ થેલો જૂટવીને તે શખ્સ અંધારામાં નાશી ગયો હતો જો કે, ગામના લોકોએ કહ્યું હતું કે થેલો લઈને ભાગી ગયેલ શખ્સ શનાળા ગામે રહેતો વિશાલ રબારી છે જેથી કરીને હાલમાં ભોગ બનેલા વેપારીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આરોપીના નામ જોગ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે અને આરોપી પોલીસની હાથવેંતમાં હોવાનું ગામ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના સનાળા ગામે રહેતા ઘનશ્યામભાઈ થોભણભાઈ સુરાણી (47) એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિશાલ વેલજીભાઈ રબારી રહે. સનાળા વાળાની સામે લૂંટની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓ પોતાની નજરબાગ રેલ્વે સ્ટેશન પાસે આવેલ દુકાનેથી ગઇકાલે રાતે નવ વાગ્યે ઘરે પાછા આવી રહ્યા હતા તેવામાં તેઓને રૂપિયાની જરૂર હોવાથી મોરબીના શનાળા રોડે આવેલ જીઆઇડીસી પાસે રહેતા તેના મિત્ર હરિભાઈ કાવર પાસેથી તેણે 4,00,000 રૂપિયા લીધેલા હતા અને સનાળા ગામે આવેલ બજરંગ પાન વાળા કેતનભાઇને તેઓએ 30,000 રૂપિયા આપવાના હતા તે આપ્યા અને 20,000 રૂપિયા પોતાના ખિસ્સામાં રાખ્યા હતા જોકે સાડા ત્રણ લાખ રૂપિયા થેલામાં રાખીને તેઓ બાઈક ઉપર પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે પાછળથી સ્કૂટર લઈને આવેલા શખ્સે ફરિયાદી પાસે રહેલ રોકડા રૂપિયા ભરેલ થયેલો જૂટવવા માટેનો પ્રયાસ કર્યો હતો ત્યારે બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી અને લૂંટ કરવા આવેલ શખ્સ 3.5 લાખ રૂપિયા રોકડા ભરેલ થયેલો લૂંટીને અંધારામાં નાસી છૂટ્યો હતો દરમિયાન સનાળા ગામે રહેતો કાર્તિક નિતિનભાઈ બાવરવા ફરિયાદી પાસે આવ્યા હતા અને તેણે કહ્યું હતું કે તમારી પાસેથી થેલો લઈને ભાગેલ શખ્સ આપણાં જ ગામનો વિશાલ રબારી છે અને તેનું સ્કૂટર મૂકીને તે અંધારામાં ભાગી ગયેલ છે જેથી કરીને હાલમાં ભોગ બનેલા વેપારીએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લૂંટની ફરિયાદ નોંધાવતા પોલીસે નામ જોગ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને વધુમાં ગામ લોકોમાં થતી ચર્ચા મુજબ આરોપી પોલીસની હાથવેંતમાં હોય લૂંટના ગુનાનો ભેદ વહેલી તકે ઉકેલાઈ જાય તેવી શક્યતાઓ છે.
