મોરબીના ચકચારી 602 જમીન કૌભાંડમાં શાંતાબેન પરમાર સહિત બે આરોપીની ધરપકડ: રિમાન્ડ લેવા તજવીજ મોરબીના સનાળા ગામે વેપારી પાસેથી 3.50 લાખની લૂંટ કરનાર આરોપીની રોકડ રકમ સાથે ધરપકડ બાકી લેણાની રકમ વસૂલવા વધુ એક સંગઠન સિરામિક એકમો સામે મેદાને: મોરબી સ્પ્રેડાયર એસો.નો રો-મટિરિયલ્સ એસો.ને સંપૂર્ણ ટેકો મોરબીના નવલખી પોર્ટે ભારતીય મજદૂર સંઘનો સ્થાપના દિન ઉજવાયો મોરબીના ખાખરાળા સેજાના ટીંબડી ગામે આંગવાડીમાં ગર્ભ સંસ્કારનો કાર્યક્રમ યોજાયો મોરબી જીલ્લામાં વિદ્યાર્થીઓને નિયમિત બસ માટે ડેપો મેનેજરને કરાઇ રજૂઆત: ત્રાજપર-કોઠારીયામાં ભાજપના ગઢમાં ગાબડું કરતાં આપના આગેવાનો મોરબીના પાનેલી ગામે તળાવના નવીનીકરણની યોજના મંજુર: સામાકાંઠામાં પાણીની સમસ્યાનો ઉકેલાશે મોરબીમાં સુધારા શેરીમાં વન સાઈડ પાર્કિંગ માટે જાહેરનામું પ્રસિદ્ધ
Breaking news
Morbi Today

હળવદમાં માર્કેટયાર્ડ સામેથી 12 બોટલ દારૂ સાથે એક પકડાયો, મોરબીમાં ઓરડીમાંથી 400 લીટર દેશી દારૂ સાથે એક પકડાયો


SHARE















હળવદમાં માર્કેટયાર્ડ સામેથી 12 બોટલ દારૂ સાથે એક પકડાયો, મોરબીમાં ઓરડીમાંથી 400 લીટર દેશી દારૂ સાથે એક પકડાયો

હળવદ માર્કેટ યાર્ડ સામેથી સ્કૂટર લઈને પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની 12 બોટલ મળી આવતા પોલીસે દારૂ અને સ્કૂટર મળીને 65,600 ની કિંમત મુદ્દામાલ કબજે કર્યો હતો આવી જ રીતે મોરબીમાં આવેલ કાલિકા પ્લોટ વિસ્તારમાં જલાલ ચોકમાં ઓરડીમાંથી 400 લીટર દારૂ સાથે પોલીસે એક શખ્સને પકડ્યો હતો અને તેની પાસેથી 80,000 રૂપિયા ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો

હળવદ તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હળવદ માર્કેટ યાર્ડ સામેથી સ્કૂટર નંબર જીજે 36 એએમ 6824 લઈને પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની 12 બોટલ મળી આવતા પોલીસે 15,600 ની કિંમતનો દારૂનો જથ્થો તથા 50,000 રૂપિયાની કિંમતનું વાહન આમ કુલ મળીને 65,600 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી બળદેવભાઈ વશરામભાઈ પરમાર (36) રહે જીવરાજ પાર્ક સોસાયટી રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

400 લીટર દેશી દારૂના જથ્થા સાથે એક પકડાયો
મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં આવેલ જલાલ ચોકમાં રહેતા રેહાનભાઈ પલેજાના કબજા ભોગવટા વાળી ઓરડીમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી 400 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે 80 હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી રેહાનભાઈ ઇમરાનભાઈ પલેજા (19) રહે કાલિકા પ્લોટ જલાલ ચોક મોરબી વાળાની ધરપકડ કરી હતી અને પ્રાથમિક પૂછપરછ દરમિયાન શાનબાઝ આસિફભાઈ મીર રહે. ધાંગધ્રા વાળા પાસેથી દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું સામે આવતા બંને સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News