મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

રાજકોટથી મોરબી થઈને ભુજ સુધી આવવા જવા માટે સપ્તાહમાં ત્રણ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે


SHARE









રાજકોટથી મોરબી થઈને ભુજ સુધી આવવા જવા માટે ત્રિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રાજકોટ અને ભુજ વચ્ચે ત્રિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:

આ ટ્રેન નંબર ૦૯૫૪૫ રાજકોટ-ભુજ સ્પેશિયલ ૨૯ જુલાઈથી ૨૭ સપ્ટેમ્બર સુધી રાજકોટથી દર મંગળવાર, ગુરુવાર અને શનિવારે રાત્રે ૨૨.૩૦ વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે ૦૫.૦૦ વાગ્યે ભુજ પહોંચશે. તેવી જ રીતે, રિટર્નમાં ટ્રેન નંબર ૦૯૫૪૬ ભુજ-રાજકોટ સ્પેશિયલ ૩૦ જુલાઈથી ૨૮ સપ્ટેમ્બર સુધી ભુજથી દર બુધવાર, શુક્રવાર અને રવિવારે રાત્રે ૨૩.૧૫ વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે ૦૫.૫૦ વાગ્યે રાજકોટ પહોંચશે.

આ ટ્રેન માર્ગમાં બંને દિશામાં મોરબી, દહિંસરા, માળિયા-મિયાણા, સામખિયાળી, ભચાઉ, ગાંધીધામ, આદિપુર અને અંજાર સ્ટેશનો પર ઊભી રહેશે. આ ટ્રેનમાં એસી ૨ ટિયર, એસી ૩ ટિયર, સ્લીપર અને સામાન્ય શ્રેણીના કોચ ઉપલબ્ધ રહેશે. ટ્રેન નંબર ૦૯૫૪૬/૦૯૫૪૫ માટેનું બુકિંગ ૨૬ જુલાઈ, ૨૦૨૫ થી તમામ પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસી (IRCTC) વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને કોચની વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.




Latest News