મોરબીમાં જિલ્લા ભાજપ દ્વારા કારગિલ વિજય દિવસની ઉજવણી કરાઇ: માજી મંત્રી, ધારાસભ્ય સહિતના હાજર રહ્યા
મોરબીની પી. જી. પટેલ કોલેજના વિદ્યાર્થીએ ગુજરાત સ્ટેટ લેવલ પિસ્તોલ ચેમ્પિયનશિપમાં નામ રોશન કર્યું
SHARE







મોરબીની પી. જી. પટેલ કોલેજના વિદ્યાર્થીએ ગુજરાત સ્ટેટ લેવલ પિસ્તોલ ચેમ્પિયનશિપમાં નામ રોશન કર્યું
તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયેલ 61મી ગુજરાત સ્ટેટ રાયફલ પિસ્તોલ શૂટિંગ ચેમ્પિયનશિપનું આયોજન સંપન્ન થયું. જેમાં મોરબીની નામાંકિત પી.જી. પટેલ કોલેજના વિદ્યાર્થી મૂળ નાનીવાવડી ગામના વતની હાલ મોરબી રહેતા વાસુ રમેશભાઈ રૂપાલાએ ગુજરાત લેવલની રાયફલ પિસ્તોલ ચેમ્પિયનસીપમાં વાસુ રૂપાલાએ ભાગ લીધેલ હતો
આ રાયફલ પિસ્તોલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં 50 મીટર પિસ્તોલ NR માં ગોલ્ડ મેડલ, 25 મીટર સેન્ટર ફાયાર પિસ્તોલમાં સિલ્વર મેડલ , 25 મીટર સ્ટાન્ડર પિસ્તોલ મેન માં બ્રોન્ઝ મેડલ, 25 મીટર સ્ટાન્ડર પિસ્તોલ NR માં સિલ્વર મેડલ આમ ગુજરાત લેવલની કોમ્પિટેશન માં ચાર મેડલ મેળવી પી જી પટેલ કોલેજ, રૂપાલા પરિવાર તેમજ મોરબી જિલ્લાનું ગુજરાતમાં નામ રોશન કર્યું છે જેથી વાસુ રૂપાલાને તેના મિત્ર વર્તુળ તેમજ પી.જી. પટેલ કોલેજના ટ્રસ્ટી દેવકરણભાઈ આદ્રોજા અને જતિનભાઈ આદ્રોજા, આચાર્ય ડૉ રવિન્દ્ર ભાઈ ભટ્ટ, કોલેજ સ્ટાફ તેમજ કોલેજ વિધાર્થી મિત્રોએ અભિનંદન આપ્યા હતા.
