મોરબીમાં કાળા કાચ વાળા 37, નંબર પ્લેટ ન હોય તેવા 77 અને ઓવરલોડ માલની હેરફેરી કરતાં 25 વાહન ચાલકો સામે કાર્યવાહી
26-07-2025 08:32 PM
SHARE
JOIN OUR GROUP
મોરબીમાં કાળા કાચ વાળા 37, નંબર પ્લેટ ન હોય તેવા 77 અને ઓવરલોડ માલની હેરફેરી કરતાં 25 વાહન ચાલકો સામે કાર્યવાહી
મોરબી જીલ્લામાં ટ્રાફિક અને આરટીઓના નિયમોની ચુસ્તપણે અમલવારી કરવા માટેની મંત્રી દ્વારા સૂચના આપવામાં આવી હતી ત્યાર બાદ પોલીસે અને આરટીઓ વિભાગ દ્વારા વાહન ચેકિંગ માટે ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 5.66 લાખનો દંડ વસૂલ કરવામાં આવેલ છે અને કાળા કાચ અને નંબર પ્લેટ વગરના વાહન ચાલકોની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
મોરબીમાં બે દિવસ પહેલા આવેલા વાહન વ્યવહાર મંત્રીએ જિલ્લાની મુલાકાત દરમિયાન પોલીસે અને આરટીઓ વિભાગને જરૂરી સૂચના આપી હતી જેના અન્વયે પોલીસ અને આરટીઓ વિભાગ દ્વારા શનિવારે એક જ દિવસમાં મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાંથી કાળા કાચ વાળા 37 વાહનો ચાલકો, ફેન્સી નંબર પ્લેટ હોય કે નંબર પ્લેટ ન હોય તેવા 77 વાહન ચાલકો અને 25 ઓવરલોડ વાહનોના ચાલકો સામે કાર્યવાહી કરી હતી તેમજ મોટર વ્હીકલ એકટને લગતા અન્ય ગુન્હાઓ અન્વયે કુલ 241 વાહન ચાલકો સામે કાર્યવાહી કરીને કુલ મળીને 5.66 લાખનો દંડ મોરબી જિલ્લામાંથી વાહન ચાલકો પાસેથી વસૂલ કરવામાં આવેલ છે.