મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીના ભરતનગર પાસે અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત


SHARE









મોરબીના ભરતનગર પાસે અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત

મોરબીના ભરતનગર ગામ પાસેથી યુવાન બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકને કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું અને અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલાક તેનું વાહન લઈને નાસી છૂટ્યો હતો જેથી હાલમાં મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી લલૂઆ દસઇયા પ્રજાપતિ (52) એ હાલમાં અજાણ્યા વાહન ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ભરતનગર ગામ પાસે શ્રીકૃષ્ણ હોટલ સામેથી ફરિયાદીનો દીકરો અભિષેકકુમાર લલૂઆ પ્રજાપતિ બાઇક નંબર જીજે 3 એચપી 6190 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું અને અકસ્માત સર્જ્યો હતો.આ  અકસ્માતના બનાવમાં ફરિયાદીના દીકરાને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું અને અકસ્માત સર્જનાર વાહન ચાલક પોતાનું વાહન લઇને નાસી છૂટ્યો હતો જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વરલી જુગાર

વાંકાનેરના સરતાનપર રોડ ઉપર આગમન હોટલની પાછળના ભાગમાં ખરાબાની જગ્યામાં વરલીના આંકડા લેવામાં આવતા હતા ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 420 ની રોકડ સાથે સંજયભાઈ લાભુભાઈ જાદવ (21) રહે.રાતાવિરડા તા.વાંકાનેરની ધરપકડ કરી હતી અને તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News