મોરબીના ભરતનગર પાસે અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત
માળીયા (મી)માં સામાન્ય બબાલનો ખાર રાખીને યુવાન ઉપર ધોકા, પાઇપ અને ધારિયા વડે ચાર શખ્સનો હુમલો
SHARE








માળીયા (મી)માં સામાન્ય બબાલનો ખાર રાખીને યુવાન ઉપર ધોકા, પાઇપ અને ધારિયા વડે ચાર શખ્સનો હુમલો
માળીયા મીયાણામાં રેલવે સ્ટેશન પાસે રહેતા યુવાન સાથે થયેલ સામાન્ય બબાલનો ખાર રાખીને ક્રેટા ગાડીમાં આવેલા ચાર શખ્સો દ્વારા ધોકા, પાઇપ અને ધારિયા વડે યુવાનને માર મારવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે માળિયા મિયાણાંમાં રેલવે સ્ટેશન પાસે રહેતા એજાજભાઈ હનીફભાઈ મોવર (25)એ હાલમાં માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોહિલ આદમભાઈ માલાણી અને રમજાનભાઈ ઇબ્રાહીમભાઇ કટિયા રહે. બંને રેલવે સ્ટેશન પાસે માળિયા (મી) તેમજ ઇમરાન અનવરભાઈ સંધવાણી અને આરીફ અનવરભાઈ સંધવાણી રહે. બંને કોળીવાસ માળિયા (મી) વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, આગલા દિવસે ફરિયાદીને સોહિલ સાથે સામાન્ય બબાલ થઈ હતી જે બાબતનો ખાર રાખીને આરોપીઓ ક્રેટા ગાડી નંબર જીજે 36 એજે 4674 માં આવ્યા હતા અને ગાડીમાંથી નીચે ઉતરીને ફરિયાદી સાથે બોલાચાલીને ઝઘડો કર્યો હતો ત્યારે રમજાનભાઈએ ફરિયાદીને માથાના પાછળના ભાગે પાઇપ વડે માર માર્યો હતો જ્યારે સોહીલે લાકડાના ધોકા વડે મારમારીને ફરિયાદીને ઇજા કરી હતી તો ઇમરાને ધારિયા વડે હુમલો કર્યો હતો તથા આરીફે કાર પાસે ઊભા રહીને મદદગારી કરી હતી આ બનાવમાં ઈજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે 4 શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
