માળીયા (મી)માં સામાન્ય બબાલનો ખાર રાખીને યુવાન ઉપર ધોકા, પાઇપ અને ધારિયા વડે ચાર શખ્સનો હુમલો
દેશી દારૂ ભરેલ ગાડીને પાયલોટિંગ !: હળવદના ખેતરડી પાસેથી દારૂ ભરેલ બોલેરો સાથે ત્રણ આરોપી પકડાયા: 6.20 લાખનો મુદામાલ કબ્જે
SHARE








દેશી દારૂ ભરેલ ગાડીને પાયલોટિંગ !: હળવદના ખેતરડી પાસેથી દારૂ ભરેલ બોલેરો સાથે ત્રણ આરોપી પકડાયા: 6.20 લાખનો મુદામાલ કબ્જે
હળવદના ખેતરડી ગામ પાસેથી બોલેરો પીકપ ગાડી પસાર થઈ હતી જેને પોલીસ દ્વારા રોકવામાં આવી હતી અને તે ગાડીને ચેક કરવામાં આવતા તેમાંથી સાડા ત્રણસો લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂ, બોલેરો અને પાયલોટિંગ કરી રહેલ એક બાઈક આમ કુલ મળીને 6,20,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હરવિજયસિંહ ઝાલા અને વનરાજસિંહ રાઠોડને મળેલ હકીકત આધારે હળવદ તાલુકાના ખેતરડી ગામ પાસે વોચ રાખવામાં આવી હતી અને ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલી બોલેરો ગાડી નંબર જીજે 36 ટી 6979 ને રોકવામાં આવી હતી અને ગાડીને ચેક કરવામાં આવતા તેમાંથી 350 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 70,000 ની કિંમતનો દારૂનો જથ્થો તથા 5 લાખ રૂપિયાની કિંમતની ગાડી અને દારૂ ભરેલી ગાડીનું પાયલોટિંગ કરી રહેલ એક બાઈક જેની કિંમત 50,000 રૂપિયા આમ કુલ મળીને 6,20,000 ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કરવામાં આવ્યો હતો અને આરોપી ખોડાભાઈ ઉર્ફે કે.પી. પ્રેમજીભાઈ ગડેસા રહે. દિઘડીયા તાલુકો હળવદ, અજીતભાઈ બાલાભાઈ થરેસા રહે. કરસનગઢ તાલુકો મુળી અને અનિલભાઈ કરણભાઈ દેકાવાડિયા રહે. ખેતરડી તાલુકો હળવદ વાળાની ધરપકડ કરેલ છે અને આ ત્રણેય શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
