મોરબીની મહેન્દ્રનગર ચોકડી-ગામ પાસે ક્રાંતિજ્યોત-નીલકંઠ પાર્ક સોસાયટીની મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબી : મેઘવાળ સમાજનાં સંત શ્રી પાલણપીરનો સાડા ત્રણ દિવસનો જાતર મેળો તા.19 સપ્ટેમ્બર સુધી યોજાશે મોરબી શ્રી જલારામ ધામ ખાતે આયોજીત શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાની પ્રેરક ઉપસ્થિતી મોરબીમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના આગમનનો સમય બદલાયો મોરબી તાલુકાના લુંટાવદર ગામેથી યુવતી ગુમ મોરબી રણછોડનગરમાં 20 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબીના અપહરણ-દુષ્કર્મના ગુનામાં યુવાનની ધરપકડ : જેલ હવાલે વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વિરોધ
Breaking news
Morbi Today

માળીયા (મી)માં સામાન્ય બબાલનો ખાર રાખીને યુવાન ઉપર ધોકા, પાઇપ અને ધારિયા વડે ચાર શખ્સનો હુમલો


SHARE













માળીયા (મી)માં સામાન્ય બબાલનો ખાર રાખીને યુવાન ઉપર ધોકા, પાઇપ અને ધારિયા વડે ચાર શખ્સનો હુમલો

માળીયા મીયાણામાં રેલવે સ્ટેશન પાસે રહેતા યુવાન સાથે થયેલ સામાન્ય બબાલનો ખાર રાખીને ક્રેટા ગાડીમાં આવેલા ચાર શખ્સો દ્વારા ધોકા, પાઇપ અને ધારિયા વડે યુવાનને માર મારવામાં આવ્યો હતો જેથી ઈજા પામે યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે માળિયા મિયાણાંમાં રેલવે સ્ટેશન પાસે રહેતા એજાજભાઈ હનીફભાઈ મોવર (25)હાલમાં માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોહિલ આદમભાઈ માલાણી અને રમજાનભાઈ ઇબ્રાહીમભાઇ કટિયા રહે. બંને રેલવે સ્ટેશન પાસે માળિયા (મી) તેમજ ઇમરાન અનવરભાઈ સંવાણી અને આરીફ અનવરભાઈ સંવાણી રહે. બંને કોળીવાસ માળિયા (મી) વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, આગલા દિવસે ફરિયાદીને સોહિલ સાથે સામાન્ય બબાલ થઈ હતી જે બાબતનો ખા રાખીને આરોપીઓ ક્રેટા ગાડી નંબર જીજે 36 એજે 4674 માં આવ્યા હતા અને ગાડીમાંથી નીચે ઉતરીને ફરિયાદી સાથે બોલાચાલીને ઝઘડો કર્યો હતો ત્યારે રમજાનભાઈએ ફરિયાદીને માથાના પાછળના ભાગે પાઇપ વડે માર માર્યો હતો જ્યારે સોહીલે લાકડાના ધોકા વડે મારમારીને ફરિયાદીને ઇજા કરી હતી તો ઇમરાને ધારિયા વડે હુમલો કર્યો હતો તથા આરીફે કાર પાસે ઊભા રહીને મદદગારી કરી હતી આ બનાવમાં ઈજા પામે યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે 4 શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News