હળવદમાં રહેતી યુવતીએ મગજની બિમારીથી કંટાળીને આપઘાત કર્યો હોવાનું ખૂલ્યું
SHARE







હળવદમાં રહેતી યુવતીએ મગજની બિમારીથી કંટાળીને આપઘાત કર્યો હોવાનું ખૂલ્યું
હળવદમાં રહેતી અને સાપકડા ગામે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવતી યુવતીએ સુંદરગઢ ગામ નજીક નદીના પુલ ઉપરથી પાણીમાં ઝંપલાવ્યું હતું જેથી કરીને પાણીમાં ડૂબી જવાના કારણે તે યુવતીનું મોત નીપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને મૃતક યુવતીની માતાએ આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી.
હળવદ તાલુકામાં આવેલ સાપકડા ગામે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવતી મૂળ ખેરાલુ ગામની રહેવાસી હિમાનીબેન અશોકભાઈ પ્રજાપતિ નામની યુવતીએ શનિવારે બપોરે હળવદ મોરબી હાઇવે રોડ ઉપર આવેલ સુંદરગઢ ગામ પાસે બ્રાહ્મણી નદીના પુલ ઉપરથી નદીના પાણીમાં ઝંપલાવ્યું હતું જેથી પાણીમાં ડૂબી જવાના કારણે હિમાનીબેન પ્રજાપતિનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની મૃતક યુવતીની માતા ઉષાબેન અશોકભાઇ પ્રજાપતિ (55)એ હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક યુવતીને છેલ્લા આઠેક મહીનાથી મગજની બિમારીની દવા પણ ચાલુ હોય જે બિમારીથી કંટાળી જઇ પોતે પોતાની જાતે હળવદ તેના ઘરેથી એક્ટિવા લઈને નીકળી ગયેલ હતી અને સુંદરગઢ પાસે બ્રાહ્મણી નદીના પાણીમાં પડીને તેને આપઘાત કર્યો છે જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
