હળવદમાં રહેતી યુવતીએ મગજની બિમારીથી કંટાળીને આપઘાત કર્યો હોવાનું ખૂલ્યું
વાંકાનેર તાલુકાનાં રંગપર પાસે કારખાનામાં ઇલેક્ટ્રીક શોર્ટ લગતા યુવાનનું મોત
SHARE








વાંકાનેર તાલુકાનાં રંગપર પાસે કારખાનામાં ઇલેક્ટ્રીક શોર્ટ લગતા યુવાનનું મોત
વાંકાનેરના રંગપર ગામની સીમમાં આવેલ કારખાનામાં પ્લમ્બિંગનું કામ કરતા સમયે યુવાનને ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું. આ બનાવ અંગેની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના જોધપર ગામે રહેતા નાસીરભાઈ અબ્દુલભાઈ ખોરજીયા (28) નામનો યુવાન રંગપર ગામની સીમમાં સ્પૂનવેબ કારખાનામાં પ્લમ્બિંગનું કામ કરી રહ્યો હતો દરમિયાન તેને કોઈ કારણોસર ઇલેક્ટ્રીક શોટ લાગતા તે યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.
