પ્રમાણિકતા : મોરબીમાં બે ખોવાયેલ પાકીટો મૂળ માલીકને પરત કરાયા
મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાની જહેમતથી વિમેદારના અવશાન બાદ વારસદારને રકમ મળી
SHARE
મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાની જહેમતથી વિમેદારના અવશાન બાદ વારસદારને રકમ મળી
મોરબીમાં વિમેદારે વીમો લીધો હતો અને બાદમાં તેઓનું સારવાર દરમિયાન મોત થયુ હતું.જોકે વિમા કંપનીએ મોત આલ્કોહોલના કારણે થયું છે તેવું દર્શાવ્યું હતું અને તે સંદર્ભે મૃતકના પરિવારજનો દ્વારા ગ્રાહક સુરક્ષા મંડળનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી મૃતકના પરિવારને મળવાપાત્ર રકમ વ્યાજ તેમજ અન્ય ખર્ચ સહિત ચૂકવવામાં આવે તેવો આદેશ ગ્રાહક અદાલતે કરેલ છે.
આ કેસ ની વિગત એવી છે કે મોરભી ગામના વતની સ્વ. સુભાષચંદ્ર છેલશંકર ઓઝાએ પાંચ લાખનો ચૌલા મંડળ જનરલ ઇન્સ્યોરન્સમાં લીધેલ હતો.ગ્રાહકને બીમારી સમબ તા.૧૦-૬ થી ૧૨-૧ બે દિવસ તથા પ્રાઈમ હોસ્પિટલમાં તથા તા.૨૫-૪ ના ક્રિષ્ના હોસ્પિટલ મોરબીમાં દાખલ કરેલ તથા તા.૩૦-૯-૨૪ થી ૧૦-૧૦-૨૪ સુધી સેલમ હોસ્પિટલ રાજકોટ અને તા.૧૨-૧૦-૨૪ ના રોજ કે.જે હોસ્યિટલ જુનાગઢ ખાતે સારવાર અર્થે દાખલ કરેલ અને અવશાન થયેલ જેની સારવારના કુલ ખર્ચ ૪,૯૪,૧૯૦ (ચાર લાખ ચોરાણુ હજાર એકસો નેવુ) પુરા ખર્ચ થયેલ. સ્વ. સુભાષચંદ્ર સુભાષચંદ્ર ઓઝાની ધાર્મિક ક્રિયા પૂર્ણ કરી તેના પુત્ર ફરીયાદી મૌલિકભાઈ સુભાષભાઈ ઓઝાએ ચૌલા મંડળ જનરલ ઈન્સ્યોરન્સમાં ઉપરોકત રજુઆત કરતા દરેક હોસ્પિટલના બીલ રજુ કરેલ પરંતુ વીમા કંપનીએ એવું કહેલ કે ફરીયાદીના પિતાનું આલ્કોહોલના કારણે મૃત્યુ થયેલ છે.એટલે સારવાર ખર્ચ વીમો આપવાની ના પાડેલ.
વીમા કંપની તરફથી દરેક કાગળ રજુ કરવા છતાં પણ યોગ્ય ન્યાય ના મળતા જાગૃત ગ્રાહક તરીકે મૌલિકભાઈ સુભાષભાઈ ઓઝા એ મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરવામાં આવેલ.ગ્રાહક અદાલતમાં કેસ ચાલતા અદાલતના ન્યાયમૂર્તિએ કહયું કે મરનારએ વીમો લીધો છે. અને રેગ્યુલર પ્રિમીયમ પણ ભરેલ છે.વીમા કંપનીએ એવી રજુઆત કરી કે આલ્કોહોલના કારણે મૃત્યુ થયેલ છે.પરંતુ સારવારના કાગળો તથા ફરીયાદીના સોગંદનામા જેવા પુરાવાથી મૃત્યુ હાર્ટએટેકથી થયેલ છે. વીમા કંપનીની સેવામાં ખામી હોય વીમા કંપનીએ મૌલિકભાઈ સુભાષભાઈ ઓઝાને રૂપિયા ૪,૯૪,૧૯૦ તા.૨૬-૧૨-૨૪ થી રકમ વસુલ મળતા સુધી છ ટકાના ચડતા વ્યાજ સાથે હુકમ તારીખથી બે માસમાં ચુકવી આપવા હુકમ કરેલ પરંતુ જો નિયત સમય મર્યાદામાં રકમ ચુકવવામાં વિલંબ કરે તો છ ટકાને બદલે નવ ટકા રકમ ચુકવવા જવાબદાર બનશે.તથા અન્ય ખર્ચ પેટે ૫૦૦૦ રૂપિયા આપવાનો આદેશ કરવામાં આવેલ છે.ગ્રાહકને કોઇપણ જગ્યાએ ગ્રાહક તરીકે અન્યાય થાય તો પોતાના હિત હકક માટે હંમેશા લડવું જોઈએ.કોઇપણ ગ્રાહકને અન્યાય થાય તો સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા (મો.૯૮૨૫૭ ૯૦૪૧૨), મંત્રી રામભાઈ મહેતા, ઉપપ્રમુખ બળવંતભાઈ ભટ્ટ (મો.૯૩૨૭૪ ૯૯૧૮૫) અથવા ઉપપ્રમુખ હિતેશભાઈ મહેતા (મો.૯૯૭૮૯ ૮૩૯૮૬) નો સંપર્ક કરવા યાદીમાં જણાવેલ છે.