મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાની જહેમતથી વિમેદારના અવશાન બાદ વારસદારને રકમ મળી
હૃદયની અતિ ગંભીર અને જટિલ બીમારીને લીધે મરણાવસ્થામાં આવેલા દર્દીને નવજીવન આપતા આયુષ હોસ્પિટલના ડૉ.સત્યજીતસિંહ જાડેજા
SHARE







હૃદયની અતિ ગંભીર અને જટિલ બીમારીને લીધે મરણાવસ્થામાં આવેલા દર્દીને નવજીવન આપતા આયુષ હોસ્પિટલના ડૉ.સત્યજીતસિંહ જાડેજા
21 જુલાઈ, 2025 ના રોજ વહેલી સવારે 60 વર્ષના દર્દી આયુષ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં આવ્યા ત્યારે દર્દીની હાલત અતિ ગંભીર હતી. અને ડૉ.સત્યજીતસિંહ જાડેજા દ્વારા તપાસ કરતા જણાયું કે દર્દીને હૃદયનો મોટો હુમલો આવેલો છે. અને દર્દીના હૃદયનું પમ્પીંગ ફંક્શન બંધ થાય જતા દર્દીને CPR આપીને વેન્ટીલેટર મશીન ઉપર તાત્કાલિક ડૉ.સત્યજીતસિંહ જાડેજા દ્વારા મુકવામાં આવ્યા હતા.તેમજ દર્દીનું બ્લડપ્રેશર માત્ર 60 SBP થઇ જતા બ્લડપ્રેશર વધારવા માટે ના ઇન્જેક્શન પણ આપવા પડ્યા, ત્યારબાદ દર્દીને હૃદયના મોટા હુમલાની અસરને લીધે હૃદયની બ્લોક થયેલી નળી ખોલવા માટેનું થ્રોમ્બોલાયસીસ માટેનું ઇન્જેક્શન પણ આપવામાં આવ્યું, આ દરમિયાન ફરીથી દર્દીના હૃદયના ધબકારા અતિ ગંભીર થઈ જતા કે જેમાં જીવનું પણ જોખમ હોય છે.એવા થઇ જતા દર્દીને 4 DC SHOCK એટલે શોટના ઝટકા આપવા પડ્યા હતા.
આમ આટલી ગંભીર અને મરણાવસ્થામાં હોવા છતાં માત્ર ૩ દિવસની સારવાર બાદ રજા આપવામાં આવી અને દર્દીએ ડૉ. સત્યજીતસિંહ જાડેજા અને આયુષ હોસ્પિટલનો ખુબ આભાર માન્યો હતો.
