મોરબીના 43 વર્ષીય યુવાનનું ફેફસાની બીમારી સબબ રાજકોટમાં મોત
SHARE







મોરબીના 43 વર્ષીય યુવાનનું ફેફસાની બીમારી સબબ રાજકોટમાં મોત
રાજકોટમાં ફેફસાની બીમારી સબબ મોરબીના 43 વર્ષીય જેન્તીલાલ પરમારનું સારવારમાં મોત નીપજ્યું હતું.આ અંગે મળતી માહિતી મુજબ, જેન્તીલાલ પ્રેમજીલાલ પરમાર (ઉંમર વર્ષ 43, રહે. ભક્તિનગર પાર્ક, મહેન્દ્રનગર, મોરબી-2 ગઈ તારીખ 26/7 ના રોજ બપોરે 3 વાગ્યાં આસપાસ પોતે પોતાના ઘરે બીમારી સબબ બેભાન થઈ જતા પ્રથમ આયુષ હોસ્પિટલ મોરબી, બાદ એચ.સી.જી. હોસ્પિટલ રાજકોટ, બાદ બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા ઇમરજન્સી વિભાગના ડોક્ટરે તપાસીને તારીખ 28/7 ના રોજ સાંજે 5:44 વાગ્યે મૃત જાહેર કર્યા હતા.
જેન્તીલાલ સિરામિક ફેક્ટરીમાં મજૂરી કામ કરતા હતા.તેઓને લાંબા સમયથી ફેફસાની બીમારી હતી.તેઓ ત્રણ ભાઈમાં બીજા નંબરના હતા.તેમને સંતાનમાં એક દીકરો અને બે દીકરી છે.સંતાનોએ પિતાની છત્ર છાયા ગુમાવતા પરિવારમાં શોક છવાયો હતો.
