મોરબીમાં રવિવારે રોટરી ક્લબ અને મહાપાલિકા દ્વારા બોનસાઈઝ વર્કશોપનું આયોજન
SHARE









મોરબીમાં રવિવારે રોટરી ક્લબ અને મહાપાલિકા દ્વારા બોનસાઈઝ વર્કશોપનું આયોજન
મોરબીમાં પ્રથમ વખત રોટરી ક્લબ મોરબી તથા મોરબી મહાપાલિકા દ્વારા બોનસાઈઝ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી રવિવારે આ કાર્યક્રમ મોરબી મહાપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે યોજાશે જેમાં સૌરાષ્ટ્ર બોનસાઈઝ એસો.ના એક્સપર્ટ દ્વારા સેવા આપવામાં આવશે
મોરબીમાં રોટરી ક્લબ તેમજ મોરબી મહાપાલિકા દ્વારા આગામી તા.3/8 ને રવિવારે બપોરે 4 થી સાંજના 7 વાગ્યા સુધી બોનસાઈઝ નિશુલ્ક વર્કશોપનું આયોજન શક્તિ પ્લોટ મેઇન રોડ ઉપર આવેલ મહાપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે કરવામાં આવ્યું છે જેમાં સૌરાષ્ટ્ર બોનસાઈઝ એસો.ના એક્સપર્ટ સેવા આપશે. જેથી આ વર્કશોપનો મોરબીના પર્યાવરણ પ્રેમી લોકોને વધુમાં વધુ લાભ લેવા માટે થઈને આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે અને આ પ્રકારનું આયોજન મોરબીમાં પ્રથમ વખત થઈ રહ્યું છે જેના માટે મહાપાલિકાની ગાર્ડન સમિતિ બોનસાઈઝ એક્સપર્ટ વિનોદરાય મોઢા, રાજેશભાઈ કનેરિયા, ચેતનભાઇ સિંધવ, મુઝીમલ પઠાણ, રોહિતભાઈ ભુવાનો સહકાર મળી રહ્યો છે અને આયોજનને સફળ બનાવવા માટે મોરબી મહાપાલિકાના અધિકારી સહિતની ટીમ તેમજ આ પ્રોજેક્ટના ચેરમેન સોનલબેન શાહ તથા રોટરી ક્લબના પ્રમુખ અમિતભાઈ પટેલ અને સેક્રેટરી હોસેફા લાકડાવાલા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.
