મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

નાઈટ પેટ્રોલીંગના ધજાગરા: વાંકાનેરના લુણસરીયામાં મંદિરમાં નવ મહિનામાં ત્રીજીવાર ચોરી


SHARE







નાઈટ પેટ્રોલીંગના ધજાગરા: વાંકાનેરના લુણસરીયામાં મંદિરમાં નવ મહિનામાં ત્રીજીવાર ચોરી

મોરબી જિલ્લામાં નાઈટ પેટ્રોલીંગ પોલીસ કરે છે તેવી વાતો કરવામાં આવે છે જો કે, વાંકાનેર તાલુકામાં પોલીસના નાઈટ પેટ્રોલિંગના ધજાગરા થતાં હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે કેમ કે, લુણસરીયા ગામના આવેલ હનુમાનજી મંદિરને નવ માહિનામાં ત્રીજી વખત ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવેલ છે અને હાલમાં તસ્કર દ્વારા મંદિરમાં હનુમાનજીનો ચાંદીનો મુગટ અને અન્ય વસ્તુઓ ચોરી કરવામાં આવી છે જેથી કરીને પોલીસની કામગીરી સામે સવાલો ઉઠવા લાગ્યા છે.

વાંકાનેરના લુણસરીયા ગામમે આવેલ હનુમાનજી મંદિરને તા. 1 ઓગસ્ટ ના રોજ રાત્રિના દોઢેક વાગ્યાના અરસરમાં તસ્કરે નિશાન બનવ્યું હતું અને મંદિરમાં બે શખ્સોએ પ્રવેશ કર્યો હતો અને આ શખ્સોએ મંદિરની દાનપેટી તોડી હતી પરંતુ દાનપેટીમાં કોઈ રોકડ કે મૂલ્યવાન વસ્તુ મળી ન હતી અને ચોરી કરવા માટે આવેલ શખ્સોએ પોતાની ઓળખ છુપાવવા માટે સીસીટીવી કેમેરો બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો, તેમાં પણ તેઓને સફળતા મળી ન હતી. ત્યાર બાદ મંદિરમાં હનુમાનજી ઉપર ચડાવવામાં આવેલ ચાંદીનો મુગટ અને અન્ય વસ્તુઓની ચોરી કરવામાં આવેલ છે જો કે, છેલ્લા નવ મહિનામાં ત્રીજી વખત તસ્કર દ્વારા આ મંદિરમાં ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવેલ છે. અને વારંવાર લોકોની આસ્થા અને શ્રદ્ધાના પ્રતિક સમાન મંદિરમાં ચોરી કરવામાં આવે છે તો પણ તસ્કરો કેમ પકડાતાં નથી તે સૌથી મોટો સવાલ છે અને અહી એ વાત પણ ઉલેખનીય છે કે, દરેક વખતે તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે અને તેના વિડીયો પણ સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા હતા તો પણ આરોપી પકડાયેલ નથી. આમ પોલીસની નિષ્ક્રિયતાને લઈને લોકોમાં ભારે રોષની લાગણી છે. 






Latest News