મોરબીના રાજપર અને ટંકારાના ખીજડીયા રોડે અકસ્માતના જુદાજુદા બે બનાવમાં ઇજા પામેલ બે યુવાનના મોત
માળીયા (મિં.)ના વાધરવા ગામ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત
SHARE







માળીયા (મિં.)ના વાધરવા ગામ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત
માળીયા મીયાણા તાલુકાના વાધરવા ગામની સીમમાં આવેલ નર્મદાની કેનાલમાં કોઈ કારણોસર ડૂબી જવાના કારણે યુવાનનું મોત નિપજ્યું હતું જેથી તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે રાજસ્થાનના પાલી જિલ્લાના બેડા ગામના રહેવાસી સુરપાલસિંગ વીરસિંગ તનવર (૨૨) નામનો યુવાન માળિયા મીયાણા તાલુકાના વાધરવા ગામની સીમમાં આવેલ નવકાર કોર્પોરેશન કંપનીની પાછળના ભાગમાં આવેલ નર્મદાની પાણીની કેનાલમાં કોઈપણ કારણોસર ડૂબી ગયો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ મૃતક યુવાનોનો ભાઈ વિક્રમસિંગ તનવર તેના ભાઈના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.
વાહન અકસ્માતમાં ઇજા
