મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

ટેમ્પરરી રેડ ઝોન: મોરબી જીલ્લામાં ૩૧ ઓગસ્ટ સુધી ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ 


SHARE









ટેમ્પરરી રેડ ઝોન: મોરબી જીલ્લામાં ૩૧ ઓગસ્ટ સુધી ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ 

સમગ્ર દેશ અને રાજ્યમાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા તથા સુરક્ષા લગત ગતિવિધિ હેતુથી મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી, IAS દ્વારા જાહેરનામુ બહાર પાડી સમગ્ર મોરબી જિલ્લાને ટેમ્પરરી રેડ ઝોન જાહેર કરી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવાયો છે.

ભારત પાકિસ્તાનની સરહદ પાસેથી ભારતીય વિસ્તારમાં અનેક નિયંત્રણ વગરના ડ્રોન જોવા મળેલ છે. આ બાબતને ધ્યાનમાં લેતા સરહદી વિસ્તારવાળા રાજ્યોમાં નાગરિક ડ્રોન ઉડાન પ્રવૃત્તિઓ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની આવશ્યકતા હોવાથી તથા સમગ્ર રાજ્યને ‘ટેમ્પરરી રેડ ઝોન’ તરીકે જાહેર કરીને ડ્રોન ઉડાન પર પ્રતિબંધ લગાવવું જરૂરી હોવાથી આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. વહીવટી તંત્ર કે કોઈ વ્યક્તિ/સંસ્થાને આવશ્યક કારણોસર Drone/UAV નો ઉપયોગ કરવાની જરૂરિયાત જણાય તો પૂર્વ પરવાનગી મેળવવાની રહેશે. આ જાહેરનામુ સમગ્ર મોરબી જિલ્લાના વિસ્તારમાં આગામી તા. ૩૧/૦૮/૨૦૨૫ સુધી અમલી રહેશે.




Latest News