હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

માળીયા(મી)ના રાસંગપરની ગ્રામ પંચાયત આઠમી વખત સમરસ: સરપંચ ઘુમાલિયા અશોકભાઈ


SHARE

















માળીયા(મી)ના રાસંગપરની ગ્રામ પંચાયત આઠમી વખત સમરસ: સરપંચ ઘુમાલિયા અશોકભાઈ

મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં ઘણી બધી ગ્રામ પંચાયતો આ વખતે ચૂંટણીમાં સમરસ બની છે ત્યારે જો વાત કરીએ માળીયા તાલુકાના રાસંગપર  ગામની તો રાસંગપર ગામની ગ્રામ પંચાયતને આ વખતે આઠમી વખત સમરસ બનાવવામાં આવી છે અને ગામના સરપંચ તરીકે ઘુમાલિયા અશોકભાઈ દેવજીભાઈને જવાબદારી સોંપવામાં આવી છે

માળીયા મીયાણા તાલુકાની રાસંગપર ગ્રામ પંચાયત છેલ્લી સાતમથી સમરસ બનતી આવે છે અને આ વખતે પણ આ ગ્રામ પંચાયત સમરસ બને તે માટે થઈને ગામના વડીલો અને આગેવાનો દ્વારા કવાયત શરૂ કરવામાં આવી હતી અને આ વખતે પણ આ ગામમાં ચૂંટણી યોજાવાની નથી અને સમરસ ગ્રામ પંચાયત બની ગઈ હોવાનું ગામના આગેવાનોએ જણાવ્યું છે અને વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે આ વખતે ગામના સરપંચ તરીકેની જવાબદારી ઘુમાલિયા અશોકભાઈ દેવજીભાઈને સોપવામાં આવી છે અને તેની સાથે સભ્યોમાં હેતલબેન બળદેવભાઈ રંગપડિયા, સંજયભાઈ દલપતભાઈ નિમાવત, યોગેશભાઈ ભગવાનજીભાઈ સનાળિયા, રામજીભાઈ અમરશીભાઈ લુડાસણા, રમેશભાઈ ચતુરભાઈ બાવરવા, રંજનબેન માવજીભાઈ શેરસીયા, અરુણાબેન મહેન્દ્રભાઈ ઓગણજા અને મનિષાબેન કેશવજીભાઇ આદ્રોજાને લેવામાં આવેલ છે અને ગામના સરપંચ ઘુમાલિયા અશોકભાઈ દેવજીભાઈવધુમાં જણાવ્યું છે કે આગામી સમયમાં પણ આ ગામની અંદર એકતા અને સંજળવાઈ રહે તેમજ દરેક લોકોની સુખાકારીમાં વધારો થાય તે પ્રકારની કામગીરી તેઓ દ્વારા આગામી પાંચ વર્ષ દરમિયાન કરવામાં આવશે




Latest News