માળિયા (મી)ના સુલતાનપુરમાં જુગારની રેડ પાડતા 3 પકડાયા 6 નાસી ગયા: વાંકાનેરની ભાટિયા સોસાયટી પાછળ જુગાર રમતા 2 પકડાયા
SHARE








માળિયા (મી)ના સુલતાનપુરમાં જુગારની રેડ પાડતા 3 પકડાયા 6 નાસી ગયા: વાંકાનેરની ભાટિયા સોસાયટી પાછળ જુગાર રમતા 2 પકડાયા
માળીયા મીયાણા તાલુકાના સુલતાનપુર ગામની સીમમાં સરકારી શાળાની પાછળ અને વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં પાછળના ભાગે જુગારની જુદીજુદી બે રેડ કરી હતી જેમાં કુલ પાંચ શખ્સો જુગાર રમતા પકડવામાં આવ્યા છે અને સુલતાનપુર ગામે કરેલ રેડમાં નાસી ગયેલા 6 શખ્સોને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે
માળીયા મીયાણા તાલુકાના સુલતાનપુર ગામની સીમમાં સરકારી શાળાની પાછળના ભાગમાં જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે જુગાર રમી રહેલા શખ્સોમાં નાસભાગ મચી ગઈ હતી જોકે પોલીસ દ્વારા થર્ડ ઉપરથી હાર્દિકભાઈ બળદેવભાઈ સનુરા (23) રહે. સુલતાનપુર, વિષ્ણુભાઈ જસાભાઈ ગડેસીયા (30) રહે ચીખલી અને અશ્વિનભાઈ હરખજીભાઈ દેગામા (28) રહે. અણીયારી વાળાની ધરપકડ કરી તેની પાસેથી 31,700 નો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે, રેડ દરમિયાન ભરતભાઈ વિઠ્ઠલભાઈ સીતાપરા, સુનિલભાઈ લાભુભાઈ દેગામાં, રાજેશભાઈ ચંદુભાઈ દેગામા, વિનોદભાઈ ચંદુભાઈ દેગામા, લાલજીભાઈ બાબુભાઈ કોળી અને જગદીશભાઈ હરેશભાઈ સનુરા રહે બધા સુલતાનપુર વાળા હોય પોલીસે 6 ને પકડવા માટે શરૂ કરેલ છે અને હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કુલ 9 સામે જુગારનો ગુનો નોંધાયો છે.
વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં પાછળના ભાગે સ્મશાન બાજુના પટ્ટમાં જુગારની રેડ કરી હતી. ત્યારે સ્થળ ઉપરથી જીતેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા (39) અને વિવેકભાઈ સંજયભાઈ ધામેચા (19) રહે. બંને વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 6,290 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરે છે
