મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

મોરબી નજીકથી રિક્ષામાં બે પાડાને કતલખાને લઈ જતા ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો


SHARE













મોરબી નજીકથી રિક્ષામાં બે પાડાને કતલખાને લઈ જતા ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો

મોરબીના લક્ષ્મીનગર ગામના પાટીયા પાસેથી ભેંસના બે પાડાને રિક્ષામાં કતલખાને લઈ જતાં હતા તેને ગૌરક્ષકોએ બચાવી લીધેલ હતા અને બંને પાડાને પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા હતા જે બનાવ સંદર્ભે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાતા પોલીસે ત્રણ શખ્સોને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી ગૌરક્ષક, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદને બાતમી આધારે ગૌરક્ષકોએ વોચ ગોઠવી હતી ત્યારે કચ્છ બાજુથી આવી રહેલ સીએનજી રીક્ષાને લક્ષ્મીનગર ગામના પાટીયા પાસે રોકવામાં આવી હતી અને ચેક કરી હતી ત્યારે તેમાંથી બે ભેસના પાડા મળી આવ્યા હતા જે અબોલ જીવને કતલ ખાને લઈ જવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું જેથી ગૌરક્ષકોએ જીજે 36 ડબલ્યુ 0655 રિક્ષા તેમજ ભરેલ અબોલ જીવને છોડાવવામાં આવ્યા અને તે અબોલ જીવને મોરબી પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા છે અને વાહન તેમજ આરોપીને પોલીસ હવાલે કરવામાં આવેલ હતા જે બનાવ સંદર્ભે વિવેકભાઈ વેલજીભાઈ અઘારા (26) રહે.મહેન્દ્રનગર વાળાએ મહેબુબભાઇ અનવરભાઈ મેઘાણી (42), હુસેનભાઇ કાસમભાઇ કટારીયા (45) તથા મકબુલભાઈ રફિકભાઈ દલવાડી (19) રહે, બધા મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

140 લિટર દેશી દારૂ

મોરબીના વીસીપરા વિસ્તારમાં ખાદીગ્રામ ઉદ્યોગની બાજુમાં રહેતા નિમુબેન ભોજવીયાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત એલસીબીની ટીમને મળી હતી જેના આધારે ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી અને ત્યારે સ્થળ ઉપરથી 140 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવતા 28 હજાર રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો અને આરોપી નિમુબેન રમેશભાઈ ભોજવીયા (40) રહે. ખાદીગ્રામ ઉદ્યોગની બાજુમાં વીસીપરા મોરબી વાળાની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News