મોરબીના પાવળીયારી પાસે કારખાનાના ક્વાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત: લાલપર નજીક કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીના સોખડા આકાશી વીજળી પડતા પોતાના ખેતરમાં ઉભેલા યુવાનનું મોત જલેબી-ભજીયાનો મેળો માણવો હોય તો આવું પડે મોરબી જીલ્લાના વાંકાનેરમાં: લોકોની અનોખી આસ્થા-શ્રધ્ધા દર્શન મોરબી જિલ્લામાં છેલ્લી 24 કલાકમાં અડધાથી લઈને પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ: હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સટાસટી મોરબીના બેલા ગામ નજીક સીરામીક કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીના મોટી વાવડી ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત માળીયા નજીક ઓનેસ્ટ હોટલ સામેથી પસાર થતા ભારે વાહન નીચે પડતું મૂકીને યુવાને કર્યો આપઘાત હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી અજાણી મહિલાનું મોત
Breaking news
Morbi Today

મોરબી નજીક ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધનું મોત


SHARE















મોરબી નજીક ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધનું મોત

મોરબીમાંથી પસાર થતા કંડલા બાયપાસ રોડ ઉપર ફર્ન હોટલની સામેના ભાગમાંથી વૃદ્ધ રોડ ક્રોસ કરી રહ્યા હતા દરમ્યાન ટ્રક ટ્રેલર ચાલકે તેઓને લેતા વૃદ્ધને ગંભીર ઇજા થઈ હતી અને તેનું મોત નીપજ્યું હતું અને ટ્રક ટ્રેલરનો ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો જે બનાવ સંદર્ભે હાલમાં બનેલ વૃદ્ધના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં એકતા નગર ઇટાવા વોર્ડ નંબર સાત મધ્યપ્રદેશ ખાતે રહેતા વસીમભાઈ રફિકભાઈ શેખ (32)ટ્રક ટ્રેલર નંબર જીજે 12 બી ઝેડ 3821 ના ચાલક સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે મોરબીના નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ ફર્ન હોટલ પાસેથી તેઓના પિતા રફિકભાઈ શેખ રોડ ક્રોસ કરી રહ્યા હતા દરમિયાન ફરિયાદીના પિતાનેટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે લેતા તેઓને ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક વૃદ્ધના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News