માળીયા (મી)માં માવતરના ઘરે માથાના દુખાવાની દવાના બદલે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત
મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોની માનતા પૂરી કરવા માટે મહિલાઓની ભીડ
SHARE








મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોની માનતા પૂરી કરવા માટે મહિલાઓની ભીડ
આજે શીતળા સાતમ નિમિતે મોરબીમાં મચ્છુ નદીના કાંઠે બિરાજતા શીતળા માતાજીના મંદિરે બાળકોને માતાજીનાં દર્શન કરાવવા માટે ઘણા દર્શનાર્થીઓ આવે છે અને ના માત્ર મોરબી પરંતુ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મહિલાઓ પોતાના સંતાનોની તંદુરસ્તી માટે અહી આવે છે અને માનતાઓ પણ મહિલાઓ દ્વારા આજના દિવસે પૂરી કરવામાં આવે છે ત્યારે બાળકો માટે મંદિરના પટાંગણના મેળો યોજાઈ છે જેનો શીતળા માતાજીના મંદિરે આવતા ભક્તોને લાભ મળે છે
શ્રાવણ મહિનો એટલે કે તહેવારનો મહિનો કહેવામાં આવે છે દરમ્યાન આજે શીતળા સાતમ હોવાથી ગામો ગામ શીતળા માતાજીના મંદિરે લોકો પોતાના નાના બાળકોને લઈને દર્શન કરવા માટે જતા હોય છે તેવી જ રીતે મોરબીમાં વર્ષો પહેલા મચ્છુ નદીના કાઠે પ્રગટ થયેલા શીતળા માતાજીના મંદિર ખાતે મોરબી તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો આવતા હોય છે ખાસ કરીને નાના બાળકોને બોલવામાં કે પછી ચાલવામાં કોઈ તકલીફ હોય તો શીતળા માતાજીની માનતા રાખવાથી બાળકની તે તકલીફ દુર થાય છે તેમજ ઓરી, અછબડા સહિતના રોગમાંથી પણ બાળકોને મુક્તિ મળે તે માટે માતાજીનાં દર્શન કરવા માટે મહિલાઓ બાળકોની સાથે આવે છે અને સાથે શ્રીફળ, કુલેર સહિતની પ્રસાદી પણ લાવતા હોય છે આટલું જ નહિ મંદિરના પટાંગણમાં બેસીને મહિલાઓ શીતળા માતાજીની વાર્તાનું શ્રવણ પણ કરે છે
