મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

ટંકારાના શિક્ષિકા જીવતીબેન પીપળીયાની રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી


SHARE









ટંકારાના શિક્ષિકા જીવતીબેન પીપળીયાની રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી

ટંકારા તાલુકાના લખધીરગઢ ગામે સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા જીવતીબેન પીપલીયા તેઓ નીચલા ધોરણ (બાલ વાટીકાથી ધો.૫) માં પ્રેમથી કામ કરી રહ્યાં છે. પોતે  M. A. M. Ed થયેલાં છે,છતાં વિદ્વત્તાનો ભાર ખંખેરી બાળ સહજ નિર્દોષતાથી કામ કરનાર આવા ગિજુભાઈની વ્યાખ્યાને મૂર્તિમંત કરતા શિક્ષિકા જીવતીબેને સીઆરસી કક્ષાના પ્રતિભાશાળી શિક્ષક,તાલુકા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, શ્રેષ્ઠ B. L. O. એવોર્ડ જિલ્લા કક્ષાએ, નારી ગરિમા એવોર્ડ, માતૃશક્તિ સન્માન, શ્રેષ્ઠ લેખક સન્માન શિક્ષક,નવદુર્ગા ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા, શિક્ષક રત્ન એવોર્ડ વગેરે એવોર્ડ પ્રાપ્ત કરેલ છે

 

તેમજ લખધીરગઢ શાળાને શ્રેષ્ઠ એસ.એમ.સી. એવોર્ડ પ્રાપ્ત થયેલ છે, ગુજરાત યોગ બોર્ડ દ્વારા લેવામાં આવેલી પરીક્ષા (૨૦૨૩) પાસ કરી, યોગ ટ્રેનરનું સર્ટિફિકેટ બાવન વર્ષની ઉંમરે મેળવેલ છે. ઈ.સ.૨૦૨૦ કોરોના કાળમાં આખું જગત થંભી ગયું હતું એ સમયે મળેલ અવકાશમાં જીવતીબેને કલમ હાથમાં પકડી, આફતને અવસરમાં બદલી. એમને લેખન કાર્ય શરૂ કર્યું અને જોતજોતામાં આઠ પુસ્તક પ્રકાશિત થયાં છે. એ પૈકી ત્રણ પુસ્તકને સાહિત્ય અકાદમીએ મંજૂર કરી આર્થિક સહાય પણ આપી છે. એમનું સાહિત્ય સર્જન -'પરીબાઈની પાંખે' બાળગીત સંગ્રહ 'હાથીદાદાની જય હો' બાળવાર્તાસંગ્રહ 'નટખટ' (કૃષ્ણ જીવનચરિત્ર) 'દેશથી પરદેશ સુધી' કાવ્યસંગ્રહ સંપાદન 'પર્યાવરણથી પ્રીત, સાચી જીવન રીત' કાવ્યસંગ્રહ સંપાદન ઝળહળતા તારલા' - ૧૦૮ કવિ પરિચય જાદુઈ જપ્પી' – બાળવાર્તાસંગ્રહ 'આવો, કહું એક વાર્તા' બાળવાર્તાસંગ્રહ વગેરે છે. આવા મહેનતુ લેખિકા શિક્ષિકા જીવતીબેન પીપલીયાનો રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થતા ચોમેરથી અભિનંદન પાઠવવામાં આવી રહયા છે.




Latest News