ટંકારાના શિક્ષિકા જીવતીબેન પીપળીયાની રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી
અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે મોરબીમાં વિહિપ અને બજરંગ દળ દ્વારા બાઇક રેલી યોજાઈ
SHARE








અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે મોરબીમાં વિહિપ અને બજરંગ દળ દ્વારા બાઇક રેલી યોજાઈ
મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે ભવ્ય મસાલ (બાઈક) રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ ભવ્ય રેલીમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ તથા હિન્દુ સમાજનાં બંધુઓ ઉપસ્થિત રહ્યાં હતા અને વંદે માતરમ્, ભારત અખંડ હો તથા ભારત હિન્દુ રાષ્ટ્ર હો તેવા નારા સાથે મહારાણા પ્રતાપની પ્રતિમા પાસેથી નવા બસસ્ટેન્ડ પાસે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમા સુધી બાઇક રેલી કાઢવામાં આવી હતી અને સામાજિક સમરસતાના ભાગરૂપે પ્રસ્થાન સ્થળે અને પૂર્ણ સ્થળે સેવા વસ્તીના ભાઈઓ દ્વારા ભારત માતાનું પૂજન કરી રાષ્ટ્રીય એકતા અને અખંડતાનો સંદેશ પ્રસરાવવામાં આવ્યો હતો.
