અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે મોરબીમાં વિહિપ અને બજરંગ દળ દ્વારા બાઇક રેલી યોજાઈ
મોરબી મહાપાલિકા દ્વારા સ્વતંત્ર પર્વની ઉજવણી કરાઇ: કમિશનર-ધારાસભ્ય સહિતના હાજર રહ્યા
SHARE








મોરબી મહાપાલિકા દ્વારા સ્વતંત્ર પર્વની ઉજવણી કરાઇ: કમિશનર-ધારાસભ્ય સહિતના હાજર રહ્યા
મોરબી મહાપાલિકાના પટાંગણમાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેના હસ્તે ખુલ્લા આકાશમાં તિરંગો લહેરાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તિરંગાને સલામી આપવામાં આવી હતી ત્યારે મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ નગરજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કમિશનર સ્વપ્નિલ ખરે દ્વારા નગરવાસીઓને સ્વાતંત્ર પર્વની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી તેમજ મહાપાલિકા દ્વારા સરકારના સહયોગથી કરવામાં આવતા વિકાસ કામોની માહિતી લોકોને આપવામાં આવી હતી આટલૂ જ નહીં મહાપાલિકામાં શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મચારીઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા
