મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં
Breaking news
Morbi Today

હળવદ રેલવે સ્ટેશન ખાતે વોટર કુલર- RO પ્લાન્ટનું લોકાર્પણ કરતા સહકાર રાજ્યમંત્રી


SHARE









હળવદ રેલવે સ્ટેશન ખાતે વોટર કુલર- RO પ્લાન્ટનું લોકાર્પણ કરતા સહકાર રાજ્યમંત્રી

મોરબી જિલ્લાના હળવદ રેલવે સ્ટેશન ખાતે રેલવે વિભાગ અને હળવદના પાટીયા ગૃપના સંયુક્ત ઉપક્રમે લોકોની પીવાના પાણીની સુવિધા માટે બનાવવામાં આવેલ વોટર કુલર- RO પ્લાન્ટનું સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. હળવદ રેલવે સ્ટેશન ખાતે સ્વ. હસુમતીબેન મણીલાલ દવેના સ્મરણાર્થે પાટીયા ગૃપ અને રેલવે વિભાગ દ્વારા સંયુક્ત રીતે રાહદારીઓને પીવાનું શુદ્ધ અને ઠંડું પાણી મળી રહે તે માટે વોટર કુલર- RO પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે, જેને મંત્રીએ લોકાર્પિત કરી ખુલ્લો મુક્યો હતો. આ પ્રસંગે સાંસદ ચંદુભાઈ શિહોરા, હળવદ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, હળવદ પાલિકાના પ્રમુખ ફોરમબેન રાવલ, કલેક્ટર કે.બી. ઝવેરી સહિત પદાધિકારી/ અધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.




Latest News