મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં
Breaking news
Morbi Today

​​​​​​​હળવદ ખાતે પિયત સહકારી મંડળીઓની મુલાકાત લેતા સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા


SHARE









હળવદ ખાતે પિયત સહકારી મંડળીઓની મુલાકાત લેતા સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા

ગુજરાત રાજ્ય ઉદ્ધવહન પિયત સહકારી સંઘ હેઠળ મોરબીમાં હળવદ તાલુકામાં વિવિધ પિયત મંડળીઓ કાર્યરત છે. આ મંડળીઓની મંત્રી જગદીશ વિશ્વકર્માએ મુલાકાત લઇ તેમની સાથે વિવિધ ચર્ચાઓ કરી હતી.

આ મુલાકાત દરમિયાન મંત્રીએ આ વિસ્તારમાં કેટલી મંડળીઓ કાર્યરત છે, આ પિયત મંડળીઓ કેવી રીતે કામ કરે છે, કેટલા સભાસદો છે, ખેતી માટે પાણી ક્યાંથી લઇ આવવામાં આવે છે, કેટલા હેક્ટર વિસ્તારમાં પિયત કરી શકાય છે, આ પિયત મંડળીઓનું વાર્ષક ટર્નઓવર કેટલું છે, પાઇપલાઇન નાખવામાં કેટલો ખર્ચ થયો અને સરકાર દ્વારા ટપક સિંચાઈ પદ્વતિ માટે સરકાર દ્વારા કેટલી સહાય ચૂકવવામાં આવી વગેરે પ્રશ્નો કર્યા હતા. વધુમાં મંત્રીએ સૌને નેશનલ કોઓપરેટિવ ઓર્ગેનિક લિમિટેડ (NCOL), ભારતીય બીજ સહકારી મંડળી લિમિટેડ (BBSSL) સહિતમાં જોડાવવા પણ અનુરોધ કર્યો હતો.

નંદનવન પિયત મંડળીના સભ્ય મહેશભાઈએ મંત્રીને આ પિયત મંડળીઓના ઉદ્દેશો, તેની રચનાની પૂર્વ ભૂમિકા અને હાલ પિયત મંડળીઓ કેવી રીતે કામ કરે છે અને કેટલી મંડળીઓ કાર્યરત છે વગેરે વિશે વિગતે માહિતી આપી હતી. આ મુલાકાત દરમિયાન હળવદ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, કલેક્ટર કે.બી. ઝવેરી, ગુજરાત રાજ્ય ઉદ્ધવહન પિયત સહકારી સંઘના ચેરમેન દેવશીભાઈ સવસાણી, જિલ્લા રજિસ્ટ્રાર બી.એન.પટેલ, હળવદ મામલતદાર સહિત પદાધિકારી/ અધિકારીઓ તથા વિવિધ પિયત મંડળીઓના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.




Latest News