મોરબીના વિસ્મય રવીન્દ્રભાઈ ત્રિવેદીનું રાજ્ય મંત્રી જગદિશ વિશ્વકર્માના હસ્તે કરાયું સન્માન
મોરબીમાં અડધો-વાંકાનેરમાં સવા ઇંચ વરસાદ, મેળાના રંગમાં ભંગ પાડતા મેઘરાજા, આજ સવારથી જીલ્લામાં વરસાદી માહોલ
SHARE








શ્રાવણ મહિનાની સાતમના દિવસે મોરબી શહેર અને જિલ્લા વિસ્તારમાં ગરમી અને બફારો હોવાથી લોકો આતુરતાથી મેઘરાજા મહેર કરે તેવી રાહ જોઈ રહ્યા હતા તેવામાં રાત્રીના 11:00 વાગ્યાના અરસામાં મોરબી જિલ્લાનો પાંચ પૈકીના ત્રણ તાલુકામાં મેઘમહેર થઈ હતી અને વાંકાનેરમાં સવા તેમજ મોરબી તાલુકામાં અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો અને આજે સવારથી જીલ્લાના પાંચેય તાલુકામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે
રાજયના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તેવામાં મોરબીની વાત કરીએ તો શુક્રવારે આખો દિવસ ગરમી અને બફારો હતો જેથી કરીને વરસાદની લોકો આતુરતાથી મેઘમહેરની રાહ જોઈ રહ્યા હતા તેવામાં રાત્રિના 11:00 વાગ્યાના અરસામાં મેઘમહેર થઈ હતી અને વીજળીના કડાકા ભડાકા સાથે મોરબી અને વાંકાનેર શહેરી વિસ્તાર તથા તાલુકામાં વરસાદ શરૂ થયો હતો હાલમાં મોરબી જિલ્લાના કંટ્રોલરૂમમાંથી મળેલ માહિતી મુજબ છેલ્લી 24 કલાકમાં વાંકાનેર તાલુકામાં 32 એમએમ અને મોરબી તાલુકામાં 11 એમએમ વરસાદ નોંધાયો છે જોકે હળવદ, વાંકાનેર અને ટંકારામાં નહિવત વરસાદ હતો ઉલ્લેખનીય છે કે શ્રાવણ મહિના દરમિયાન સાતમ આઠમમાં લોકમેળા યોજાતા હોય છે તેવી જ રીતે મોરબીમાં ખાનગી મેળાના આયોજન કરવામાં આવ્યા છે અને લોકો મેળાની મજા માણવા માટે ગયા હતા ત્યારે વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે શરૂ થતા થોડી જ વારમાં મેળાનું મેદાન ખાલી થઈ ગયું હતું અને મેળાની મજા માણવા માટે ગયેલા લોકોના રંગમાં ભંગ પડ્યો હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો. જોકે, આજે સવારથી મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો હોય જગતના નાથના જન્મદિવસ એટલે કે જન્માષ્ટમીના પર્વ ઉપર મેઘરાજા મોરબી જિલ્લામાં મન મૂકીને વરસે તેવું હાલમાં દેખાઈ રહ્યું છે.
