મોરબી અને વાંકાનેર શહેરમાં જુગારની બે રેડ: 9 શખ્સો જુગાર રમતા પકડાયા
SHARE








મોરબી અને વાંકાનેર શહેરમાં જુગારની બે રેડ: 9 શખ્સો જુગાર રમતા પકડાયા
મોરબી શહેર અને વાંકાનેર શહેરમાં જુદી જુદી બે જગ્યા ઉપર જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને નવ વ્યક્તિઓ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 14,230 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારના ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબીમાં રેલ્વે કોલોની નાકા પાસે જુગારની વેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી કુલદીપભાઈ રમેશભાઈ ગામી (32), દિલીપભાઈ અશોકભાઈ સાવડીયા (22) અને દર્શનભાઈ રાજુભાઈ ધંધુકિયા (23) બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 8,200 ની રોકડ કબજે કરી હતી અને એ ડિવિઝનમાં ગુનો નોંધાયો છે આવી જ રીતે વાંકાનેર નજીક આવેલ જ્યોતિ સીરામીકની ઓરડી પાસે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી નિલેશભાઈ જગદીશભાઈ દાઘોડિયા (32), લાલાભાઇ ધીરુભાઈ ડાંગાણી (30), રોહિતભાઈ સોમાભાઈ ડાંગરેચા (27), બાબુભાઈ ભવાનભાઇ દેગામા (33), પ્રવીણભાઈ ધીરુભાઈ ડાંગરોચા (29) અને અરજણભાઈ અમથુભાઈ ગેલડીયા (45) રહે બધા જ્યોતિ સિરામિકની ઓરડીમાં વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 6,030 ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે
