મોરબી અને વાંકાનેર શહેરમાં જુગારની બે રેડ: 9 શખ્સો જુગાર રમતા પકડાયા
માળીયા (મી)ના ચીખલી ગામે ખેતરમાં દવાનો છંટકાવ કરતા સમયે ઝેરી અસર થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત
SHARE








માળીયા (મી)ના ચીખલી ગામે ખેતરમાં દવાનો છંટકાવ કરતા સમયે ઝેરી અસર થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત
માળિયા (મી) તાલુકાના ચીખલી ગામે રહેતો યુવાન પોતાના ખેતરમાં જંતુનાશક દવાનો છટકાવ કરી રહ્યો હતો ત્યારે તેને ઝેરી અસર થવાથી પ્રથમ સારવાર માટે જેતપરના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલે લાવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નિપજ્યું હતું
માળીયા મીયાણા તાલુકાના ચીખલી ગામે રહેતા નાસીમભાઈ ઈશાભાઈ પારેડી (24) નામનો યુવાન પોતાના કપાસના ખેતરમાં ગત તારીખ 10/8 ના રોજ જંતુનાશક દવાનો છંટકાવ કરી રહ્યો હતો દરમિયાન તેને ઝેરી અસર થઈ હોવાથી પ્રથમ સારવાર માટે જેતપર ગામે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા અને ત્યાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું ત્યાર બાદ મૃતક યુવાનના પિતા ઈશાભાઈ દાઉદભાઈ પારેડી (60) રહે ચીખલી વાળા એ માળિયાની તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
