મોરબીના બેલા ગામ નજીક સીરામીક કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત
SHARE








મોરબીના બેલા ગામ નજીક સીરામીક કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત
મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામ પાસે સિરામિક કારખાનામાં રહેતો અને કામ કરતો યુવાન કારખાનામાં હતો ત્યારે ઈલેક્ટ્રીક શોટ લાગવાના કારણે તેનું મોત નીપજ્યું હતુ ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામ પાસે સીએનજીના પંપની સામેના ભાગમાં આવેલ લેજન્ટ સીરામીક કારખાનામાં રહેતા રાજુભાઈ જગરૂપભાઈ (37) નામના યુવાનને કોઈ કારણોસર ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા અને હોસ્પિટલ મારફતે આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
