મોરબી જિલ્લામાં છેલ્લી 24 કલાકમાં અડધાથી લઈને પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ: હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સટાસટી મોરબીના બેલા ગામ નજીક સીરામીક કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીના મોટી વાવડી ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત માળીયા નજીક ઓનેસ્ટ હોટલ સામેથી પસાર થતા ભારે વાહન નીચે પડતું મૂકીને યુવાને કર્યો આપઘાત હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી અજાણી મહિલાનું મોત મોરબીમાં જન્માષ્ટમી નિમિતે ભવ્ય શોભાયાત્રા: 18 સ્થળે મટકી ફોડના કાર્યક્રમ યોજાયા મોરબી જિલ્લા પંચાયતે કારોબારી સમિતિના અધ્યક્ષ પ્રવીણભાઈ સોનાગ્રાના હસ્તે તિરંગા લહેરાવીને સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઇ માળીયા (મી)ના ચીખલી ગામે ખેતરમાં દવાનો છંટકાવ કરતા સમયે ઝેરી અસર થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં છેલ્લી 24 કલાકમાં અડધાથી લઈને પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ: હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સટાસટી


SHARE















મોરબી જિલ્લામાં છેલ્લી 24 કલાકમાં અડધાથી લઈને પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ: હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સટાસટી

છેલ્લા બે દિવસથી મોરબી જિલ્લામાં મેઘરાજા મહેરબાન થઈ રહ્યા છે અને જન્માષ્ટમીના દિવસે સવારથી વાતાવરણમાં બફારો અને ગરમી હતી અને બપોરના ચારેક વાગ્યાથી વરસાદી માહોલ જામ્યો હતો અને ત્યારબાદ મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં મેઘ મહેર થઈ હતી અને જિલ્લામાં અડધાથી લઈને પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ ગણતરીની કલાકોમાં વરસી ગયો હતો જેમાં સૌથી વધુ વરસાદ હળવદ તાલુકામાં થયો હોવાનું જાણવા મળેલ છે આટલું જ નહીં પરંતુ વરસાદ થતાની સાથે જ મોરબી શહેરી વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને કલાકો સુધી વીજ પુરવઠો કાર્યરત ન થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો

રાજયના હવામાન વિભાગ દ્વારા જે રીતે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તે રીતે રાજ્યના જુદા જુદા જિલ્લાઓની અંદર વરસાદ વરસતો હોય છે તેવામાં ગઈકાલે જન્માષ્ટમીના દિવસે મોરબી શહેર અને જિલ્લામાં સવારથી બફારો અને ગરમી હતી અને સાંજે ચારેક વાગ્યાના અરસામાં વરસાદ શરૂ થયો હતો જોકે, ગણતરીની કલાકમાં જિલ્લાના પાંચ તાલુકામાં વરસાદ વરસી જવાના કારણે પાણી પાણી થઈ ગયું હતું હાલમાં જિલ્લાના કંટ્રોલરૂમમાંથી મળતી માહિતી મુજબ મોરબી જિલ્લામાં છેલ્લી 24 કલાકમાં મોરબી તાલુકામાં 36 એમ.એમ., માળિયા તાલુકામાં 33 એમ.એમ., ટંકારા તાલુકામાં 7 એમ.એમ., વાંકાનેર તાલુકામાં 27 એમ.એમ. અને હળવદ તાલુકામાં 70 એમ.એમ. જેટલો વરસાદ વરસી ગયો હતો ખાસ કરીને હળવદ, માળીયા, મોરબી તથા વાંકાનેર તાલુકામાં ખૂબ સારો વરસાદ થયો હોવાથી ખેડૂતોના ખેતરમાં વરસાદી પાણી ભરાયા હતા જોકે, શ્રાવણ માસના મેળામાં મજા માણવા નીકળેલા લોકોની મજા મેઘ આગમન થવાથી બગડી ગઈ હતી અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી શહેરી વિસ્તારમાં ગઈકાલે સાંજે 4:30 વાગ્યાના આસપાસ થી મેઘરાજા નુ આગમન થતાની સાથે જ વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને ત્યારબાદ લગભગ ત્રણથી ચાર કલાક સુધી મોટાભાગના વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહ્યો હતો જેથી કરીને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વધુમાં મળતી વિગત પ્રમાણે પવન સાથે વરસાદ શરૂ થયો હોવાના કારણે કેટલીક જગ્યાએ હોર્ડિંગ બોર્ડ વીજ વાયર ઉપર તૂટી પડ્યા હોવાના કારણે વીજ વાયરોમાં નુકસાન થયું હતું તથા કેટલી જગ્યાએ વૃક્ષો પણ તૂટી પડ્યા હતા જોકે કોઈ જાનહાનિનો બનાવ બન્યો નથી.




Latest News