જલેબી-ભજીયાનો મેળો માણવો હોય તો આવું પડે મોરબી જીલ્લાના વાંકાનેરમાં: લોકોની અનોખી આસ્થા-શ્રધ્ધા દર્શન
SHARE








મેળા તો તમે ઘણા જોયા હશે પરંતુ જલેબી-ભજીયાનો મેળાઓ તમે જોયો નહિ જ હોય...જો કે આ મેળાઓ માણવો હોય તો મોરબી જીલ્લાના વાંકાનેર ખાતે જવું પડે છે કેમ કે ત્યાં વાંકાનેર રાજ્યના રાજ પરિવારના ગુરૂ એવા નાગાબાવાજીના મંદિરે શ્રાવણ વદ નોમથી ત્રણ દિવસનો મેળો હોય છે જેમા વાંકાનેર અને તેની આસપાસના ગામોમાંથી માનવ મહેરામણ ઉમટે છે અને ખાસ કરીને મહાઆરતી પછી મંદિરે આવેલા દરેક ભગતોને પ્રસાદમાં ભજીયા જલેબી દેવામાં આવે છે.
જલેબી ને ભજીયાનો મેળો આ સાંભળીને જ કોઇપણ વ્યક્તિને નવાઇ લાગે પરંતુ આ વાત સો ટકા સાચી છે મોરબી જીલ્લાના વાંકાનેરમાં આવેલ નાગાબાવાના મંદિર ખાતે દર શ્રાવણ મહિનામાં નોમની રાતથી ત્રણ દિવસીય લોકમેળાનું આયોજન કરવામાં આવે છે અને ત્યાં મહા આરતી પછી ભગતોને જલેબી અને ભજીયાનો પ્રસાદ દેવામાં આવે છે એવું કહેવાય છે કે, વાંકાનેરના ઇતિહાસ સાથે નાગાબાવા, શાહબાવા અને વનમાળીદાસ આ ત્રણ સંતોનો ઈતિહાસ જોડાયેલા છે અને નાગાબાવાને વાંકાનેરના રાજાએ ગુરુ બનાવ્યા હતા અને વાંકાનેર વસ્યું તેમાં નાગાબાવાના આશીર્વાદ છે તેવી માહિતી મંદિરના પુજરી જયેશગીરી ગોસાઇએ આપી હતી.
એવું પણ કહેવામાં આવે છે કે વાંકાનેરમાં નાગાબાવા અને શાહબાવા ગઢીયા ડુંગરમાં પૂર્ણ કુટીર બનાવી રહેતા હતા. એક દિવસ ધાંગધ્રા સ્ટેટના 151 ઘોડેસવારો સાથે રાજકુમાર આવેલ અને તેમની કુટિરમાં આશરો લીધેલ ત્યારે નાગાબાવાએ એક થાળીમાં રહેલ લાડવા અને ગાંઠીયા પર ખપ્પર ઢાંકી બધાં લોકોને ભરપેટ જમાડેલ અને પાણી પીવા માટે ચીપીયાનો ઘા કરેલ જ્યાં ચીપીયો પડ્યો ત્યાં અમૃત નામનો વિરડો બનેલ અને બધાએ ત્યાંથી પાણી પીધું આજે પણ આ વીરડો ગઢીયા ડુંગરમાં છે અને મીઠું પાણી આજે પણ મળી રહ્યું છે. અને પોરાણિક મેળો હોવાથી ન માત્ર મોરબી કે વાંકાનેરના જ લોકો પરંતુ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી ઘણા લોકો જલેબી ભજીયાનો મેળો માણવા માટે વાંકાનેર આવે છે.
વષો પહેલા જે જગ્યાએ નાગાબાવાએ જીવતા સમાધિ લીધી હતી તે જગ્યાએ જ હાલમાં નાગાબાવાનું મંદિર આવેલ છે અને લોકો ત્યાં ભગવાનના દર્શન કરવાની સાથોસાથ મેળાની મજા પણ માણે છે. વાંકાનેરના ઇતિહાસ સાથે નાગાબાવાનો ઈતિહાસ જોડાયેલો હોવાથી નાગાબાવાએ નોમના દિવસે જીવતા સમાધિ લીધી હોવાથી દર વર્ષે વાંકાનેર ખાતે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે અને નોમની રાત્રે બાર વાગ્યે મહાઆરતી બાદ ભક્તોને ભજીયા અને જલેબીનો પ્રસાદ આપવામાં આવે છે જેના પાછળનું મુખ્ય કારણએ છે કે, નાગાબાવાએ તે સમયે રાજાને કોલ આપ્યો હતો કે જે લોકો આ પ્રસાદ લેશે તે નિરોગી રહેશે માટે વાંકાનેર તેમજ આસપાસના વિસ્તારના લોકો આ મેળાનો લાભ લેતા જ હોય છે
