અમારી શાળા, અમારું સ્વાભિમાન: મોરબી જિલ્લાની તમામ પ્રાથમિક-માધ્યમિક શાળામાં શરૂ કરશે ખાસ અભિયાન
મોરબીના રવાપર નદી ગામ પાસે નવા બની રહેલા કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત
SHARE









મોરબીના રવાપર નદી ગામ પાસે નવા બની રહેલા કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત
મોરબીના રવાપર નદી રોડ ઉપર આવેલ કારખાનાની બાજુમાં નવા બનતા કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગવાના કારણે યુવાનનું ઘટના સ્થળે મોત નીપજયું હતુ ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના રવાપર નદી ગામ પાસે કિયા સીરામીક પાસે નવા બની રહેલા સીરામીક કારખાના ખાતે રહેતા અને મજૂરી કામ કરતા સુનિલભાઈ સબળસિંગ મીણા (18) નામના યુવાનને કામ કરી રહ્યો હતો દરમિયાન ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી તે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
વૃદ્ધ સારવારમાં
મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ સતનામનગરમાં રહેતા ભુદરભાઈ નાગજીભાઈ (54) નામના આધેડ બરવાળા અને ખાખરાળા વચ્ચે બાઈક ઉપર જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર બાઈક સ્લીપ થવાના કારણે તેઓને ઇજા થઈ હતી જેથી તેઓને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી
અકસ્માતમાં ઇજા
મોરબી તાલુકાના ખરેડા ગામે રહેતા કાનજીભાઈ સુરેશભાઈ ડાભી (22) નામનો યુવાન છોટા હાથી વાહનમાં બેસીને વાંકડા ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ચાલુ વાહનમાં કોઈ કારણસર તે પડી જતા તેને ઇજા થવાથી સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી
