મોરબીના રવાપર ગામે ઘરમાંથી જુગાર રમતા 7 શખ્સો 7.85 લાખની રોકડ સાથે ઝડપાયા કાંતારા ફિલ્મ ફેઇમ  થેયમ નૃત્ય રાસ મોરબીની શક્તિ ચોક ગરબીમાં રજૂ કરાયો, હજારોની સંખ્યામાં આવેલ નગરજનો મંત્રમુગ્ધ મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
Breaking news
Morbi Today

મોરબીના લુંટાવદર નજીક બાઈકને બુલેટ ચાલકે હડફેટે લેતા ઇજાગ્રત વૃદ્ધને રાજકોટ ખસેડાયા


SHARE









મોરબીના લુંટાવદર નજીક બાઈકને બુલેટ ચાલકે હડફેટે લેતા ઇજાગ્રત વૃદ્ધને રાજકોટ ખસેડાયા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલા લુંટાવદર ગામ નજીક બાઈકની પાછળ બેસીને જતા વૃદ્ધના બાઇકને અજાણ્યા બુલેટના ચાલકે હડફેટે લેતા ઘવાયેલા વૃદ્ધને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયા હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ નવલખી હાઇવે ઉપરના લુંટાવદર ગામે કરશનભાઈ નટુભાઈ ભટ્ટી નામના ૬૫ વર્ષીય વૃદ્ધ બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે ગામના પાટિયા પાસે તેઓના બાઇકને બુલેટ ચાલકે પાછળથી હડફેટે લેતા સર્જાયેલા વાહન અકસ્માતના બનાવમાં ઘવાયેલા કરશનભાઈને અહીં સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જયાં તેઓને રાબેતા મુજબ પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા છે.જ્યારે મોરબી તાલુકાના ઝીકીયારી ગામના રહેવાસી વિશાલભાઇ અદગામા (૨૩) બાઇકમાં જતો હતો ત્યારે બાઇક સ્લીપ થઈ જવાના બનાવમાં ઇજાઓ થવાથી તેને અહીંની મધુરમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

મજુર સારવારમાં

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલા સિરામિક યુનિટમાં મશીન ઉપર કામ કરતા સમયે જમણો હાથ મશીનમાં આવી જવાથી જોગીભાઈ મેઠુભાઈ મેલા નામના ૧૯ વર્ષીય યુવાનને ઇજાઓ થવાથી તેને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.




Latest News