મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

અહીં આવવું નહીં, નહીં તો જીવતો પાછો નહીં જા: વાંકાનેરના વીડી ભોજપરા ગામની સીમમાં આધેડને ધમકી


SHARE







અહીં આવવું નહીં, નહીં તો જીવતો પાછો નહીં જા: વાંકાનેરના વીડી ભોજપરા ગામની સીમમાં આધેડને ધમકી

વાંકાનેરના વીડી ભોજપરા ગામની સીમમાં વાડીના શેઢે લગાવવામાં આવેલ ઝાટકા તારમાં શોટ લાગવાથી ગાયનું મોત નીપજયું હતું ત્યાં જોવા માટે ગયેલા આધેડને “અહીં આવવું નહીં, નહીં તો જીવતો પાછો નહીં જા” તેવું કહી જીવતો દાટી દેવાની જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા બાઈક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં ગાયત્રી મંદિરની બાજુમાં રહેતા અને ઘાસચારાનો વેપાર કરતા જગાભાઈ ધારાભાઈ કાંટોળીયા (50) નામના આધેડે અજાણ્યા બાઇક ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, વાંકાનેર નજીક વિડી ભોજપરા ગામની સીમમાં એકલધારની સીમ તરીકે ઓળખાતા વિસ્તારમાં ફરિયાદીના ભત્રીજા કાળુભાઈ દાનાભાઈ ગમારાની ગાય વાડીના શેઢે લગાવવામાં આવેલ ઝાટકા તારમાં શોર્ટ લાગવાના કારણે મૃત્યુ પામી હતી જે જગ્યાને જોવા માટે ફરિયાદી ગયેલ હતા ત્યારે બાઇક લઈને આવેલ શખ્સે ફરિયાદીને “અહીં આવવું નહીં, નહીં તો જીવતો પાછો નહીં જા” તેમ કહી જીવતા દાટી દેવાની ધમકી આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા બાઈક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.






Latest News