મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત


SHARE

















મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત

મોરબીમાં આવેલ રાજ્યના ચીફ સેક્રેટરીને મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ દ્વારા વિવિધ પ્રશ્નોને ઉકેલવા માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે જેમાં ખાસ કરીને ડી.એલ.આર.ની માપણી પછી રેવન્યુ રેકર્ડમાં અસર તાત્કાલિક આપવામાં અને મીઠા ઉદ્યોગને અપાતી જમીનમાં લીઝથી વધુ જમીન ઉપર કરવામાં આવેલ દબાણ દૂર કરવામાં આવે તેમજ લીઝ પૂરી થઈ ગયેલ હોય તે જમીનને સરકાર હસ્તક લેવામાં આવે તેવી માંગ કરી છે.

મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા અને શહેર કોંગ્રેસનાં પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ રાજ્યના ચીફ સેક્રેટરીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી જેમાં જણાવ્યુ હતું કે, મોરબી જીલ્લાની પરિસ્થિતિ હાલત ખરાબ છે. હાલમાં મોરબી ડી.એલ.આર. કચેરી ઘ્વારા જે જમીનોની માપણી કરવામાં આવે છે તે જમીનોમાં કે.જી.પી. ઈસ્યુ થતુ નથી અને હિસ્સા માપણીની અસર રેવન્યુ રેકર્ડમાં આપવામાં આવતુ નથી. જેથી ખેડૂતોને વારંવાર તેની જમીનની માપણી કરવી પડે છે. અને અવાર નવાર વિસંગતતા પણ સર્જાય છે જેથી ડી.એલ.આર. કચેરી જે માપણી કરે છે તેની અસર રેકર્ડમાં સ્કેચ મુજબની અસર આપવામાં આવે તો આ ખેડુતોની જમીનનું ટાઈટલ કાયમીપણે રેકર્ડમાં ઉપલબ્ધ રહે છે.

મોરબી જીલ્લામાં ઉદ્યોગ, વેપાર અને ધંધોના લીધે નાણાકીય લેવડ દેવડ વધુ હોય છે અને અવાર નવાર લૂંટની ઘટનાઓ બને છે અને તેમ છતાં જીલ્લામાં હથિયાર પરવાના ઇશ્યૂ કરવામાં આવતા નથી અને અરજદારોની અરજીઓ પેન્ડિંગ પડી છે. જે અરજીઓ પેન્ડિંગ છે તેમાં વેપારીઓ, ઉદ્યોગપતિઓ, રાજકીય આગેવાનો, પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ, નિવૃત આર્મિમેનો વિગેરેનો સમાવેશ થાય છે. જેના માટે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી રજુઆત કરેલ છે. તેમજ જીલ્લામાં મીઠા ઉદ્યોગની અપાતી લીઝ પરની જમીનો લીઝ મંજુર થયા સિવાયની જમીનો પર બીનઅધિકૃત કબજો કરવામાં આવેલ છે તેને ખુલ્લો કરાવમાં આવે અને દબાણ દૂર કરવામાં આવે અને જે લીઝ પૂરી થઈ ગયેલ છે તેવી જમીન સરકાર હસ્તક લેવામાં આવે તેમજ ફાળવેલ જમીન પરની રોયલ્ટીની રકમો ભરેલ ન હોય તેવી તમામ જમીનો સરકાર હસ્તક લેવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે.




Latest News