મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત
મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો
SHARE









મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો
મોરબીની પી.જી. પટેલ કોલેજના વિદ્યાર્થીઓ માટે પ્રમુખ દેવકરણભાઈ અને આચાર્ય ડો. રવીન્દ્ર ભટ્ટની રાહબરી હેઠળ બે દિવસીય લીડરશીપ ટ્રેનીંગ સેમીનારનું કોલેજમાં આયોજન કરવામાં આવ્યું હતું અને આ સેમિનાર ખાસ BBA ના વિદ્યાથીઓ માટે યોજાયો હતો.
આ સેમિનારમાં ખાસ મુંબઈથી સંસ્થાના મુખ્ય વહીવટી અધિકારી સ્વાતી કાપડિયા, નિષ્ણાત ટ્રેનર વિવેક પાટકી અને ગૌરવ મલ્હોત્રા ઉપાસ્થિત રહ્યા હતા.આ દિવસ બે દિવસીય સેમિનારમાં વિદ્યાર્થીઓને પ્રવર્તમાન સમયમાં અભ્યાસના સમયથી જ ગોલ સેટિંગ દ્વારા સફળ કારકિર્દીનું નિર્માણ કઈ રીતે થાય શકે અને આધુનિક મેનેજમેન્ટ અને નેતૃત્વના પાઠ શીખવવામાં આવ્યા હતા. આ ઉપરાંત કારકિર્દી ઘડતરમાં વ્યક્તિત્વ વિકાસ અંગે પણ તાલીમ આપવામાં આવી હતી. આ સાથે એક સફળ અને કુશળ સંચાલક કઈ રીતે બની શકાય તે અંગેની તાલીમ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં BBA ફેકલ્ટીના વિધાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા. અને કાર્યક્રમના અંતે ટ્રેનર તથા સંસ્થાને કોલેજ દ્વારા મેમેન્ટો આપીને સન્માનિત કરાયા હતા. આ તકે સંસ્થાના આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટે ટ્રેનર વિવેક પાટકી અને ગૌરવ મલહોત્રાનો આભાર વ્યક્ત કર્યો હતો.
