મોરબી જિલ્લા પોલીસ દ્વારા ફિટ ઈન્ડિયા મુવમેંટ-નેશનલ સ્પોર્ટ્સ ડે અંતર્ગત જુદીજુદી સ્પર્ધા યોજાઈ
મોરબીના લખધીરપૂર ગામ પાસે કેનાલમાં ડૂબી ગયેલ યુવાનનો મૃતદેહ મચ્છુ-2 ડેમમાંથી મળ્યો
SHARE







મોરબીના લખધીરપૂર ગામ પાસે કેનાલમાં ડૂબી ગયેલ યુવાનનો મૃતદેહ મચ્છુ-2 ડેમમાંથી મળ્યો
મોરબીના લખધીરપુર રોડ ઉપરથી પસાર થતી નર્મદાની કેનાલમાં યુવાન ડૂબી ગયો હતો જે પાણીના પ્રવાહ સાથે તણાઈને મોરબીના મચ્છુ-2 ડેમ સુધી પહોંચી ગયો હતો જેથી ફાયર વિભાગની ટીમે ડેમના પાણીમાંથી યુવાનની ડેડબોડીને બહાર કાઢી હતી અને મૃતકના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબીના લખધીરપુર ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં મોરબીના લખધીરપૂર રોડે આવેલ કોરલઈ ગોલ્ડ સીરમાં રહેતો અને મજૂરી કામ કરતો રાજકુમાર નારાયણભાઈ વનાવસી (33) નામનો યુવાન કોઈ કારણોસર પાણીમાં ડૂબી ગયો હતો અને કેનાલમાં નર્મદાનું પાણી ચાલુ હોવાથી તે યુવાન પાણીની સાથે મોરબી નજીકના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-2 ડેમ સુધી તણાઈને આવી ગયો હતો અને ત્યાંથી તેની ડેબબોડી મળી આવતા મોરબી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા મચ્છુ-2 ડેમમાંથી મૃતક યુવનના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો અને ત્યાર બાદ તેને મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૂળ યુપીના રહેવાસી અને હાલમાં મોરબીના લખધીરપૂર રોડ ઉપરરહેતા અમીનકિશોર ઉમેશભાઈ વનવાસી (19)એ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
