મોરબીના ન્યુ હાઉસિંગમાં ગણેશોત્સવમાં આજે રાત્રે ચામુંડા આહીર રાસ મંડળી કરશે જમાવટ
ધ્રોલ તાલુકાના દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપીને વાંકાનેરના લૂણસર ગામેથી ઝડપી લીધો
SHARE







ધ્રોલ તાલુકાના દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપીને વાંકાનેરના લૂણસર ગામેથી ઝડપી લીધો
રાજકોટના રેન્જ આઇડી અશોકકુમાર યાદવ તથા મોરબીના એસપી મુકેશ પટેલ અને ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે થઈને જુદી જુદી દિશામાં તપાસ કરવામાં આવતી હોય છે દરમિયાન વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. બી.વી.પટેલની સુચના મુજબ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે અજયસિંહ ઝાલા, છુછીયા સામતભાઈ અને દિગ્વિજયસિંહ ઝાલાને સંયુક્તમાં મળેલ બાતમી આધારે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં નોંધાયેલ દારૂના ગુનામાં પાંચ માસથી નાસતા ફરતા આરોપી ભરતભાઈ રતાભાઇ ગમારા રહે. લુણસર તાલુકો વાંકાનેર વાળાને ત્યાંથી પકડી પાડવામાં આવેલ છે અને આ અંગેની જાણ તેઓના સંબંધીને કરવામાં આવી છે તેમજ ધ્રોલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આરોપીનો કબજો સોંપવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી
