માળીયા (મી) પોલીસે એક લાખથી વધુની કિંમતના મોબાઈલ શોધીને મૂળ મલીકને પરત કર્યા
મોરબીના પટેલ ગ્રુપ આયોજિત ગણેશ ઉત્સવમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના અગ્રણીઓએ આશીર્વાદ લીધા
SHARE







મોરબીના પટેલ ગ્રુપ આયોજિત ગણેશ ઉત્સવમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના અગ્રણીઓએ આશીર્વાદ લીધા
મોરબીના રવાપર ગામે રામેશ્વર પાર્ટી પ્લોટ આવેલ છે.આ રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે પટેલ ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે.છેલ્લા ઘણા વર્ષોથી પટેલ ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે.જેમાં વિવિધ પ્રકારના ફલોટ તૈયાર કરવામાં આવે છે જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.તેમજ જુદી જુદી થીમ મુજબ પણ ડેકોરેશન કરીને સામાજીક સંદેશ આપવામાં આવતા હોય છે.જેથી ત્યાં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવતા હોય છે. જે મુજબ આ ગણેશ ઉત્સવ ખાતે મોરબીના ભાજપ, કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના આગેવાનો પણ દર્શન માટે પહોંચ્યા હતા.જેમાં પૂર્વ મંત્રી અને પુર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, પૂર્વ તાલુકા પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા સહિતના ભાજપના આગેવાનો તેમજ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા અને શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા સહિતના કોંગ્રેસના આગેવાનો તથા આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરિયા, મહાદેવભાઇ પટેલ અને કે.ડી.બાવરવા સહિતના અગ્રણીઓએ પણ આ ગણેશ પંડાલ ખાતે પહોંચીને ગણપતિ મહારાજના આશીર્વાદ લીધા હતા.
