મોરબીના પટેલ ગ્રુપ આયોજિત ગણેશ ઉત્સવમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના અગ્રણીઓએ આશીર્વાદ લીધા
મોરબીમાં જુગારની જુદીજુદી ચાર રેડ: 9 શખ્સ પકડાયા
SHARE







મોરબીમાં જુગારની જુદીજુદી ચાર રેડ: 9 શખ્સ પકડાયા
મોરબીના ત્રાજપર, માળિયા ફાટક અને વીસીપરા વિસ્તારમાં જુદી જુદી ચાર જગ્યા ઉપર જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને 9 શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડ રકમ સાથે તેની ધરપકડ કરી હતી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારના ગુના નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
મોરબીના ત્રાજપરમાં મેઇન શેરીમાં જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી સુનિલભાઈ અવચરભાઈ બારૈયા (25) અને રમેશભાઈ ઉર્ફે ધારો ગોપાલભાઈ ટીડાણી (21) રહે. બંને ત્રાજપર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 720 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી આવી જ રીતે ત્રાજપર ચોકડી પાસે માનવંતી ઈલેક્ટ્રીક દુકાન પાસે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી મયુરભાઈ ભરતભાઈ રંગપરા (20) અને સંજયભાઈ ઉર્ફે ચનો સવજીભાઈ કુંવરિયા (30) રહે. બંને ત્રાજપર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 800 રૂપિયાની રોકડ ખાતે તેની ધરપકડ કરી હતી જ્યારે મોરબીમાં માળીયા ફાટક પાસે બ્રિજ નીચે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે વિજયભાઈ બાબુભાઈ હમીરપરા (27) રહે. ઇન્દિરાનગર મોરબી તથા મુન્નાભાઈ બાબુભાઈ રાઠોડ (45) રહે. કામધેનુ પાર્ટી પ્લોટ પાસે પચ્ચીસ વારીયા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 300 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી જ્યારે મોરબીના વીસીપરા વિસ્તારમાં સ્મશાન રોડ ઉપર રાજ બેકરી સામે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી ત્યારે ચેતનભાઇ તુલસીભાઈ હળવદિયા (20) રહે. અમરેલી રોડ ભવાનીનગર મોરબી, સાગરભાઇ ચતુરભાઈ દારોદરા (40) રહે. વીસીપરા મોરબી અને અશ્વિનભાઈ કિશનભાઇ હળવદિયા (19) રહે. અમરેલી રોડ ભવાનીનગર મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 1200 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને ચારેય ગુના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ છે.
