ટંકારાના વાછકપર બેડીમાં શેઢા પાસે જેસીબી કેમ ચલાવ્યું? કહીં યુવાન પર લાકડી વડે હુમલો મોરબી જિલ્લાના આયુષ્માન આરોગ્ય મંદિર જીકીયારી દ્વારા NDD ડે અને રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસની ઉજવણી કરાઈ મોરબીમાં મુખ્યમંત્રીના કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે ધારાસભ્યની હાજરીમાં ભાજપના આગેવાનોની મિટિંગ મળી મોરબી ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓ સંસદ ભવનની કરી મુલાકાત મોરબીમાં પેટકોક વપરાતા 15 કારખાનાને જીપીસીબીએ ફટકારી કલોઝર નોટિસ: પ્રત્યેકને 15 લાખનો દંડ, ઉદ્યોગકારોમાં ઓહાપોહ મોરબી જિલ્લા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના કાર્યકર્તાઓની રવિવારે ટંકારામાં શિબિર યોજાશે મોરબીમાં નવરાત્રી આયોજકો  અરજી બાદ સ્પષ્ટ અભિપ્રાય પછી જ મનોરંજન પર્ફોમન્સ લાઇસન્સ અપાશે: અધિકારી મોરબી: ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદીના રજીસ્ટ્રેશન માટે ૨૨ મી સુધી મુદત લંબાવાઈ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના હળવદ રોડ ઉપરથી બોલેરોમાં ક્રૂરતા પૂર્વક લઈ જવાતી બે ભેંસને બચાવી: બે શખ્સ સામે ફરિયાદ


SHARE













માળીયા (મી)ના હળવદ રોડ ઉપરથી બોલેરોમાં ક્રૂરતા પૂર્વક લઈ જવાતી બે ભેંસને બચાવી: બે શખ્સ સામે ફરિયાદ

માળીયા મીયાણાથી હળવદ તરફ જવાના રસ્તા ઉપર અણીયારી ટોલનાકા પાસે હોટલ સામેથી બોલેરો પીકપ ગાડી પસાર થઈ રહી હતી જેમાં બે ભેંસને ક્રૂરતા પૂર્વક બાંધીને લઈ જવામાં આવી રહી હતી જેને બચાવવામાં આવી હતી અને અબોલજીવ તથા વાહન મળીને 5,20,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આ બનાવ સંદર્ભે ગૌરક્ષકે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગાડીના ચાલક સહિત બેની સામે ગુનો નોંધી આરોપીને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ગૌરક્ષકોને મળેલી બાતમી આધારે માળિયા હળવદ રોડ ઉપર વોચ રાખવામાં આવી હતી ત્યારે  અણીયારી ટોલનાકા પાસે આવેલ ધેર્ય હોટલ સામેથી બોલેરો પીકપ ગાડી નંબર જીજે 12 બીએક્સ 7689 પસાર થઈ હતી જેને રોકીને પોલીસની હાજરીમાં ચેક કરવામાં આવતા તેમા બે ભેંસને કુરતાપૂર્વક દોરડા વડે બાંધીને ઘાસચરા કે પાણીની કોઈપણ વ્યવસ્થા રાખ્યા વગર અને કોઈપણ અધિકારી પાસેથી પાસ પરમિટ મેળવ્યા વગર એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા હોય તેવું સામે આવ્યું હતું જેથી 20,000 રૂપિયાની કિંમતના બે અબોલ જીવ તથા 5 લાખ રૂપિયાની કિંમતની ગાડી એમ કુલ મળીને 5.20 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને આ બનાવ સંદર્ભે હળવદ તાલુકાના સુરવદર ગામે રહેતા ઉકાભાઇ છેલાભાઈ ગોલતર (24)એ ફરિયાદ નોંધાવતા પોલીસે તાલબ મીયાભાઈ જત (29) અને રમજાન સફીમામદ જત (70) રહે. બંને તલ ગામ તાલુકો નખત્રાણા વાળાને પકડીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

યુવતી ગુમ
મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ છેલ્લા કેટલાક સમયથી મોરબીના જૂની પીપળી ગામે રહીને સિરામિકના કારખાનામાં મજૂરી કામ કરતા સલીમભાઈ મુનેખાનભાઈ નામના ૫૩ વર્ષના આધેડે તાલુકા પોલીસ મથક ખાતે જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે, તેઓની ૧૯ વર્ષની પુત્રી અનમબેન સલીમખાન ગત તા.૧૭-૭ ના કોઈ કારણોસર ગુમ થઈ ગયેલ છે અને ઘરમેળે શોધખોળ કરવા છતાં તેણીનો પતો લાગ્યો નથી. જેથી હાલ તાલુકા પોલીસ મથકના ચંદ્રસિંહ પઢિયાર દ્વારા આ બાબતે નોંધ કરી ગુમ થયેલ યુવતીને શોધવા માટે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.




Latest News