માળીયા (મી)ના હળવદ રોડ ઉપરથી બોલેરોમાં ક્રૂરતા પૂર્વક લઈ જવાતી બે ભેંસને બચાવી: બે શખ્સ સામે ફરિયાદ
વાંકાનેરમાં ઝાંઝર ટોકીઝ સામે ખુલ્લા મેદાનમાંથી 11 બોટલ દારૂ સાથે એક પકડાયો
SHARE







વાંકાનેરમાં ઝાંઝર ટોકીઝ સામે ખુલ્લા મેદાનમાંથી 11 બોટલ દારૂ સાથે એક પકડાયો
વાંકાનેરના હસનપર પાસે આવેલ ઝાંઝર ટોકીઝ સામે ખુલ્લા મેદાનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની 11 બોટલ સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેથી પોલીસે 12,800 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપીની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર સીટી પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હસનપર બ્રિજ પાસે ઝાંઝર ટોકીઝ સામેના ખુલ્લા મેદાનમાં દારૂની બોટલનું વેચાણ કરવાના આસાય સાથે બોટલો સાથે રાખીને એક શખ્સ મળી આવ્યો હતો જેથી પોલીસે તેની પાસેથી દારૂની અલગ અલગ બ્રાન્ડની 11 બોટલો જેની કિંમત 12,800 નો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી રમેશભાઈ રઘુભાઈ કુકાવા (45) રહે. સ્વપ્ન લોક સોસાયટી મિલપ્લોટ ફાટક પાસે વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
છરી લાગતા સારવારમાં
મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ખરેડા ગામે રહેતા સિંધાભાઈ માવજીભાઈ સુરાણી નામનો 29 વર્ષનો યુવાન બાઈક લઈને ઘર તરફ જતો હતો.ત્યારે ગામમાં આવેલ નદીના પુલ પાસે અજાણ્યા ઇસમ દ્વારા તેને છરી મારવામાં આવેલી હોય તેને જેતપર સીએચસી ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.
યુવાન સારવારમાં
મોરબી વીસીપરામાં રહેતા હરેશભાઈ બચુભાઈ નામનો 35 વર્ષનો યુવાન સાયકલ લઈને જતો હતો ત્યારે પડી ગયેલ હોય સારવાર માટે ખસેડાયો હતો. ત્યાર સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરી હતી
