વાંકાનેરમાં ઝાંઝર ટોકીઝ સામે ખુલ્લા મેદાનમાંથી 11 બોટલ દારૂ સાથે એક પકડાયો
વાંકાનેરના રાણેકપર પાસે ડબલ સવારી બાઇક જાનવર સાથે અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ તરૂણનું સારવારમાં મોત
SHARE







વાંકાનેરના રાણેકપર પાસે ડબલ સવારી બાઇક જાનવર સાથે અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ તરૂણનું સારવારમાં મોત
વાંકાનેરના રાણેકપર પાસે બાપાસીતારામની મઢુલી નજીકથી નેશનલ હાઈવે રોડ ઉપર જવાના રસ્તા ઉપરથી ડબલ સવારી બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે તે બાઈકની આડે અજાણ્યુ જાનવર આવી ગયું હતું જેથી તેની સાથે બાઈક અથડાયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં બાઈકમાં પાછળના ભાગે બેઠેલ તરૂણને ગંભીર ઇજા થયેલ હતી જેથી તેને રાજકોટ સુધી સારવાર માટે લઈ ગયા હતા જો કે, તરૂણનું સારવારમાં મોત નીપજયું છે અને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર તાલુકાના જુના ઢુવા ગામે રહેતા રણજીતભાઈ સાગઠીયાનો 15 વર્ષનો દીકરો દીપ ગત તા. 24/9 ના રોજ તેના મિત્ર કિશનભાઇ સાથે બાઈકમાં બેસીને ઘરે પરત આવી રહ્યો હતો અને ત્યારે રાણેકપર ગામ નજીક બાપાસીતારામની મઢુલી પાસે નેશનલ હાઈવે રોડ તરફ જવાના રસ્તા ઉપર તેઓના ડબલ સવારી બાઈકની આડે કોઈ અજાણ્યુ જાનવર આવ્યું હતું જેથી તેની સાથે બાઈક અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં દીપ સાગઠીયાને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થયેલ હતો જેથી તેને સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે, સારવાર કારગત ન નિવડતા તેનું મોત નીપજયું હતું અને આ બનાવમાં બાઈક ચલાવી રહેલ કિશનને પણ ઇજાઓ થઈ હોવાથી તેને પણ સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
ફિનાઇલ પી જતાં સારવારમાં
મોરબીના સામેકાંઠે સર્કિટ હાઉસ પાસે વિકાસ પાર્ક ખાતે આવેલ નંદવિહાર એપાર્ટમેન્ટમાં રહેતા સિદ્ધાર્થ દિલીપભાઈ સંઘવી નામના 23 વર્ષના યુવાને કોઈ કારણસર તેના ઘરે ફિનાઇલ પી લીધુ હોય તેને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો અને બનાવની જાણ તથા બી ડિવિઝન પોલીસ મથકના મોમજીભાઇ દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.
મારામારીમાં ઇજા
મોરબી વાંકાનેર હાઇવે સિરામિક સીટી ખાતે રહેતા ભાનુપ્રતાપસિંહ રામપ્રતાપસિંહ ચૌહાણ નામના 35 વર્ષના યુવાનને તેના ઘર ખાતે મારામારીના બનાવમાં ઇજા થતા તેને સારવાર માટે સીવીલે ખસેડવામાં આવ્યો હતો. અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.
