વાંકાનેરના ચિત્રાખડા ગામે વાડીના મકાનમાં જુગાર રમતા 6 શખ્સો 13.26 લાખના મુદામાલ સાથે પકડાયા મોરબીમાંથી 1 કિલો 387 ગ્રામ ગાંજા કેસમાં વધુ એકની ધરપકડ મોરબીમાં નેશનલ સાયન્સ સેમીનારનું આયોજન, ૨૦ સ્કુલના ૬૩ વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ મોરબીની રહેવાસી પરિણીતાને લગ્નની લાલચ આપીને 8.50 લાખની છેતરપિંડી હળવદ જીઆઇડીસી પાસે જીનીંગ ફેક્ટરીમાંથી 1.50 લાખના કેબલ વાયરની ચોરી મોરબીના રફાળેશ્વર નજીક ડમ્પર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત: મોરબીમાંથી દારૂની 18 બોટલ સાથે એક પકડાયો વાંકાનેરના સમઢીયાળા નજીક ઢોરને બચાવવા જતાં ટ્રેક્ટર પલટી મારી જતાં ઇજા પામેલ યુવાનનું મોત હળવદના સરંભડા ગામે માથું દુખતું હોય વધુ પડતી દવા પી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

ઘર કંકાસનું અણધાર્યું પરિણામ: ટંકારાના વાછકપર ગામે પતિ સાથે બોલાચાલી બાદ ઝેરી દવા પી ગયેલ પત્ની અને બે સંતાન પૈકી દીકરાનું મોત


SHARE













ઘર કંકાસનું અણધાર્યું પરિણામ: ટંકારાના વાછકપર ગામે પતિ સાથે બોલાચાલી બાદ ઝેરી દવા પી ગયેલ પત્ની અને બે સંતાન પૈકી દીકરાનું મોત

ટંકારાના વાછકપર ગામે રહેતા પતિ-પત્નીને રૂપિયા બાબતે બોલાચાલી થઈ હતી ત્યારે પત્નીએ મનોમન લાગી આવતા ઝેરી દવા પી લીધૂ હતું તે જોઈને તેના બે સંતાનોને પણ પોતે પોતાની જાતે ઝેરી દવા પી લેતા તે ત્રણેયને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને બાળકને સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા 15 વર્ષના બાળકનું સારવારમાં મોત નીપજયું છે જે બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારાના વાછકપર ગામે રહેતા હીરાલાલ સાકરીયાના 15 વર્ષના દીકરા હરદેવ સાકરીયાએ ઝેરી દવા પી લીધેલ હતી જેથી તેને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જોકે, સારવાર કારગત ન નિવડતા હરદેવ સાકરીયાનું મોત નીપજયું હતું અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે ગત તા. 23/8 ના રોજ હીરાલાલ અને તેઓના પત્નીને રૂપિયા બાબતે બોલાચાલી થયેલ હતી અને તે બાબતે હીરાલાલના પત્ની કૃપાલીબેન (36)ને મનોમન લાગી આવતા તેણે ઝેરી દવા પીધી હતી અને તે જોઈને તેઓના દીકરા હરદેવ (15) તથા દીકરી આરવી (13)એ પણ પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી તેઓને સારવાર માટે લઈ ગયા હતા અને હરદેવને સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા તેમ છતાં સારવાર કારગત ન નિવડતા તેનું સારવાર દરમિયાન ગઈકાલે બપોરે 3:30 વાગ્યાના અરસામાં મોત નીપજયું હતું જે બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નિંદ્રાધીન અવસ્થામાં યુવાનનું મોત

ટંકારાના ઉગમણા નાકા પાસે રહેતો હરેશભાઈ દિનેશભાઈ જાદવ (27) નામનો યુવાન ટંકારામાં સરકારી હોસ્પિટલ પાછળ ભાડાના મકાનમાં રહેતા તેના મોટાભાઈ ભરતભાઈના ઘરે ફળિયામાં સૂતો હતો દરમિયાન કોઈ અગમ્ય કારણોસર તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની મૃતકના મોટાભાઈ ભરતભાઈ દિનેશભાઈ જાદવ (36) રહે. ટંકારા વાળાએ પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News