મોરબીમાં મારામારીમાં ઇજા પામેલા યુવાનનું મોત: બનાવ હત્યામાં પલટયો
વાંકાનેરની આશિયાના સોસાયટીમાં ભરશિયાળે પાલિકાએ પાણી વિતરણ કર્યું બંધ !: લોકોમાં રોષ
SHARE









વાંકાનેરની આશિયાના સોસાયટીમાં ભરશિયાળે પાલિકાએ પાણી વિતરણ કર્યું બંધ !: લોકોમાં રોષ
વાંકાનેર શહેરમાં આવેલા આશિયાના સોસાયટીમાં છેલ્લા ઘણા દિવસોથી નગરપાલિકા દ્વારા પાણી વિતરણની વ્યવસ્થા બંધ કરવામાં આવી છે જેથી કરીને હાલમાં ભરશિયાળે આ સોસાયટીની અંદર રહેતા લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે અને અનેક વખત રજૂઆતો કરવામાં આવી તેમ છતાં પણ પાણી શરૂ કરવામાં ન આવતાં પ્રાંત અધિકારીને સોસાયટીના લોકોએ રજૂઆત કરી હતી અને સ્થાનિક લોકોને નગરપાલિકા દ્વારા પાણી આપવામાં આવે તેવી માંગ કરેલ છે
વાંકાનેર નગરપાલિકા દ્વારા આશિયાના સોસાયટીની અંદર વર્ષોથી પાણી આપવામાં આવી રહ્યું છે અને હાલમાં આશિયાના સોસાયટીની અંદર રહેતા લોકો દ્વારા નગરપાલિકાના તમામ પ્રકારના વેરા પણ ભરવામાં આવે છે જેમાં વોટર ટેક્સ, હાઉસ ટેક્સ વિગેરેનો સમાવેશ થાય છે તેમ છતાં પણ આ સોસાયટીની અંદર રહેતા લોકોને હદની મારામારીમાં નગરપાલિકા દ્વારા પાણીની વિતરણ વ્યવસ્થા બંધ કરવામાં આવી છે અને છેલ્લા લગભગ એકાદ સપ્તાહથી પાણી મળતું ન હોવાથી આશિયાના સોસાયટીની અંદર રહેતા લોકો પાણી માટે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને અગાઉ નગરપાલિકામાં આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી.તેમ છતાં પણ નગરપાલિકાના જવાબદાર અધિકારી અને પદાધિકારી દ્વારા આશિયાના સોસાયટીની અંદર રહેતા લોકોને પાણી મળે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવેલ નથી
જેથી કરીને આ વિસ્તારના લોકો વાંકાનેરના પ્રાંત અધિકારી પાસે રજૂઆત કરવા માટે દોડી ગયા હતા અને તેઓની એક જ માંગ છે કે વર્ષોથી નગરપાલિકા દ્વારા તેઓની પાસેથી ટેક્સ વસૂલવામાં આવે છે અને આ લોકો દ્વારા ટેક્સ ભરવામાં આવે છે અને હમણાં સુધી નગરપાલિકા તેઓને પાણી આપતી હતી તો અચાનક શા માટે થઈને આ સોસાયટીની અંદર પાણીની વિતરણ વ્યવસ્થા બંધ કરવામાં આવેલ છે આટલું જ નહિ પાલિકાના કર્મચારી સામે પણ કેટલાક અણીદાર આક્ષેપો સ્થાનિક મહિલાઓ સહિતના લોકો દ્વારા કરવામાં આવેલ છે ત્યારે નગરપાલિકા દ્વારા અગાઉ જે રીતે આ વિસ્તારમાં અગાઉ પાણી વિતરણ કરવામાં આવતું હતું તેવી જ રીતે ફરીથી પાણી વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માંગ લોકો દ્વારા કરવામાં આવી છે જોકે આ સોસાયટીની અંદર રહેતા લોકોને પાણી ક્યારથી નિયમિત રીતે મળતું થશે તે તો આગામી સમય જ બતાવશે
