મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના સોનગઢ ગામના પાટીયા નજીક ટ્રક ટ્રેલરની પાછળ બે બાઇક અથડાતા એક યુવાનનું મોત, બે ઇજાગ્રસ્ત સારવારમા


SHARE







માળીયા (મી)ના સોનગઢ ગામના પાટીયા નજીક ટ્રક ટ્રેલરની પાછળ બે બાઇક અથડાતા એક યુવાનનું મોત, બે ઇજાગ્રસ્ત સારવારમા

માળીયા (મી)ના સોનગઢ ગામના પાટીયાથી પીપળીયા ચાર રસ્તા તરફ જવાના રસ્તા ઉપરથી ટ્રક ટ્રેલરનો ચાલક પોતાનું વાહન લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે પાછળના ભાગે જુદા જુદા બે બાઈકમાં આવી રહેલા યુવાનો અથડાયા હતા જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં બે બાઇક ઉપર જઇ રહેલા યુવાનો પૈકી એક યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નિપજ્યું હતું જયારે બે વ્યક્તિઓને ઇજા થતાં તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે ટ્રક ટ્રેલરના ચાલકની ફરિયાદ લઈને બંને બાઈક ઉપર જઈ રહેલા બાઈક ચાલકોની સામે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કચ્છ જિલ્લાના અંજાર ખાતે જમુના પાર્ક સરકારી સ્કૂલની બાજુમાં રહેતા શંકરભાઈ હીરજીભાઈ મહેશ્વરી (33)બાઈક નંબર જીજે 36 એએમ 3184 તથા જીજે 36 8335 ના ચાલકોની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે માળિયા તાલુકાના સોનગઢ ગામના પાટીયાથી પીપળીયા ચાર રસ્તા તરફ જવાના રસ્તા ઉપરથી તેઓ પોતાના હવાલા વાળું ટ્રક ટ્રેલર નંબર જીજે 39 ટી 9692 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે બંને બાઈકમાં આવી રહેલા બાઇક ચાલકોએ બેફિકરાઈથી પોતાના વાહન ચલાવીને ફરિયાદીના ટ્રક ટ્રેલરની પાછળના ભાગમાં તેના બાઈક અથડાવ્યા હતા જેથી બે પૈકીના એક બાઈકના ચાલકને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે બીજા બાઈક ચાલક તથા તેની પાછળ બાઈકમાં બેઠેલ વ્યક્તિને શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તે બંનેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવ સંદર્ભે ટ્રક ટ્રેલરના ચાલકે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મહિલા સારવારમાં

મોરબીના લાલપર ગામ પાસે આવેલ સિરામિક સીટી ખાતે રહેતા ગુડિયા રાજુભાઈ મિશ્રા (48) નામની મહિલાને પોતાના ઘરે નાળિયેર છોલતી હતી ત્યારે તેને હાથમાં છરી વાગી જવાના કારણે ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસણે જાણ કરવામાં આવી હતી

ફિનાઇલ પી લેતા સારવારમાં

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા કૌશલબેન મોહસીનભાઈ અજમેરી (30) નામના મહિલા પોતે પોતાના ઘરે હતા ત્યારે ફિનાઈલ પી જતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.

ઝેરી દવા પીધી

મોરબીના નીચી માંડલ ગામે રહેતા સમ્રાટ સોમજીસિંગ (32) નામનો યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી જતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News